આનંદનગરના કારખાનેદાર વિધુરને બે યુવતી સહિત ચારે હનીટ્રેપમાં ફસાવી કારમાં લોઠડા તરફ લઇ જઈ બેફામ માર મારી એટીએમ પડાવી રુા.50 હજાર ઉપાડી લીધા બાદ રુા.5 હજારની રોકડ સમાજમાં બદનામ કરવાની બીક બતાવી પડાવ્યા અંગેની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી તેની પાસેથી રુ.55 હજાર રોકડા અને ત્રણ મોરબાઇ મળી રુા.1.60 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
આનંદનગર કોલોની ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતા અને ખોખડદળ નદીના પુલ પાસે ફેબ્રીકેશનનું કારખાનું ધરાવતા જયેશભાઇ ગોરધનભાઇ ડોડીયાને હનીટ્રેપમાં ફસાવી બળજબરીથી રુ.3 લાખ પડાવવાનો કારસો રચી રુા.55 લાખ પડાવવાના ગુનામાં સંડોવાયેલા ગણેશ સોસાયટીની સોનલ દામજી વેલજી ભંડેરી, ચુનારાવાડની જાનકી કનક ઉપરા અને રૈયાધાર રાધેશ્યામ ગૌ શાળા પાસે રહેતા જીતુદાન ઉર્ફે ભુરો ઉર્ફે જીતુ જેસાણીની ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વાય.બી.જાડેજા, પી.એસ.આઇ. એમ.જે.હુણ, હેડ કોન્સ્ટેબલ મયુરભાઇ પાલરીયા, અમિતભાઇ અગ્રાવત, કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા અને ભુમિકાબેન રાવલ સહિતના સ્ટાફે ધરપકડ કરી કોટડાના ચિરાગ ઉર્ફે લાલા ભરવાડની શોધખોળ હાથધરી છે.
જયેશભાઇ ડોડીયાની પત્ની જ્યોતિબેનનું કોરોનામાં મૃત્યુ નીપજ્યું હતું. તેમની 13 વર્ષની પુત્રી યામિની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હોવાથી એકલવાયું જીવન જીવતા હોવાથી પુન: લગ્ન માટે સંબંધીના કારખાને કામે આવેલી સોનલ ભંડેરીના પરિચયમાં આવતા તેણીએ પુન: લગ્ન કરાવી આપશે તેમ કહી બે-ચાર દિવસ બાદ ચુનારાવાડની જાનકી ઉપરાને છુટાછેડા લેવાના છે તેણીને એક સાત વર્ષની પુત્રી છે.
તેમ કહી બંને જયેશભાઇ ડોડીયાના ઘરે ગયા હતા ત્યારે જીતુદાન ગઢવી અને ચિરાગ ઉર્ફે લાલો ભરવાડ ત્યાં ઘસી આવ્યા હતા અને જયેશભાઇ ડોડીયા પાસે જાનકી ઉપરાને બેસાડી મોબાઇલમાં ફોટા પાડી વાયરલ કરવાની ધમકી દઇ કારમાં અપહરણ કરી લોઠડા લઇ જઇ માર મારી રુ.3 લાખની માગણી કરી રુ.55 હજાર બળજબરીથી પડાવી લીધાની કબુલાત આપી છે.