છેલ્લા બે માસથી બંધ મહાપાલિકાની અનેક કામગીરીઓ ફરી ધમધમી

લોકડાઉનનાં કારણે મહાપાલિકામાં અનેક કામગીરી છેલ્લા બે માસથી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. દરમિયાન ગઈકાલથી અનલોક-૧ની અમલવારી શરૂ થતાની સાથે જ ફરી કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. લોકોએ રાઈટ ટુ ઈન્ફોર્મેશન એકટ અંતર્ગત માહિતીનો સંતોષકારક જવાબ ન મળતા તેઓએ પ્રથમ અપીલ અધિકારી સમક્ષ નોંધાવી હોય આજે ૨૪ અરજીઓનાં નિકાલની કામગીરી હાથ ધરવામાં આવતા અરજદારો ઉમટયા હતા.

મહાપાલિકા દ્વારા આરોગ્ય, આવાસ, બાંધકામ, ટીપી, સફાઈ, દબાણ સહિતની કામગીરી સંદર્ભે શહેરીજનો દ્વારા માહિતી માંગવામાં આવી હતી જેનો જવાબ જે-તે શાખા દ્વારા સંતોષકારક આપવામાં આવ્યો ન હોય અરજદારોએ પ્રથમ અપીલ અધિકારીઓ સમક્ષ કરી હતી. લોકડાઉનનાં કારણે બે માસમાં ૨૪ અરજીઓ અધિકારીઓ સમક્ષ ભેગી થઈ ગઈ હતી. આજે જે-તે શાખાનાં અધિકારી અને અરજદાર બંનેને સાંભળવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.