ઝડપાયેલો શખ્સને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી

 

અબતક,રાજકોટ

શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલી રાધેક્રિષ્ના સોસાયટીમાં મકાનો ખાલી કરાવવા મામલે થયેલી ધમાલમાં પોલીસે હત્યાની કોશિષ અને એટ્રોસીટી એક્ટ હેઠળ સામસામી ફરિયાદ નોંધી હતી . હત્યાની કોશિષના ગુનામાં ત્રણ આરોપીને પકડયા બાદ ચોથાની પણ ધરપકડ કરવામાં આવી છે . અગાઉ પકડાયેલા ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર થયા હોઇ વિશેષ તપાસ થઇ રહી છે . રાધેક્રિષ્ના સોસાયટી બ્લોક નં .

12 ગંગોત્રી મેઇન રોડ કિડની હોસ્પિટલ સામે રહેતાં રાજેશભાઇ કુરજીભાઇ ધુલેશીયા ( પટેલ ) ( ઉ.વ .47 ) ની ફરિયાદ પરથી આ સોસાયટીમાં જ રહેતાં રવિ વાઢેર , હિરેન વાઢેર , વિજય રાઠોડ અને પરેશ ચૌહાણ વિરૂધ્ધ આઇપીસી 307 , 337 , 325 , 324 , 323 , 504 , 427 , 114 , 135 ( 1 ) મુજબ ગુનો નોંધાયો હતો . આરોપીઓ સોસાયટીના લોકોને મકાન ખાલી કરી ભાગી જવા માટે સતત હેરાન પરેશાન કરતાં હોવાનો અને પરમ દિવસે પણ માથાકુટ કરી ઇંટનો ઘા કરી રાજેશભાઇના ભાઇ અવિનાશભાઇના માથામાં ગંભીર ઇજા પહોંચાડી તેની હત્યાનો પ્રયાસ કર્યાનો આરોપ ફરિયાદમાં મુકાયો હતો .

આ ગુનામાં પોલીસે હિરેન કરસનભાઇ વાઢેર ( ઉ .21 – રાધે ક્રિષ્ના બ્લોક -16 , મુળ પ્રાંસલી તા . સુત્રાપાડા ) , વિજય રાજેશભાઇ રાઠોડ ( ઉ .27 – રાધેક્રિષ્ના બ્લોક -16 , મુળ વડનગર તા . કોડીનાર ) અને પરેશ ટાભાભાઇ ચૌહાણ ( ઉ .25 – રહે.રાધેક્રિષ્ના બ્લોક નં . 36 ,મુળ મોટા ઉજળા તા.કુંકાવાવ ) ની ધરપકડ કરી હતી . આ ત્રણેયના બે દિવસના રિમાન્ડ મંજુર થયા છે . ચોથા આરોપી રવિ સોમાભાઇ વાઢેર ( રહે . હાલ રાધે ક્રિષ્ના સોસાયટી , મુળ પ્રાસંલી સુત્રાપાડા ગીર ) ની ગત રાતે ધરપકડ કરી લેવામાં આવી છે . તેને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ કરવામાં આવશે . આ બનાવમાં રવિ વાઢેરે પણ વળતી ફરિયાદ રાજેશભાઇ , અવિનાશભાઇ સહિતના વિરૂધ્ધ નોંધાવી હતી .

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.