Abtak Media Google News
  • સુરત 2 બંગ્લામાંથી એન્ટિક મૂર્તિ સહિત 2.70 લાખની મતા ચોરી
  • 150થી વધુ CCTVની મદદથી 3 ચોરની કરાઈ ધરપકડScreenshot 1 1 1

સુરત ન્યુઝ: સુરતના ડુમસ એરપોર્ટ પાસેના સાયલન્ટ ઝોનમાં સેટેલાઇટ બંગ્લોઝ અને ફાર્મ હાઉસમાં મૂર્તિઓ અને કેમેરા સહિત 2.70 લાખના સામાનની ચોરી થઈ હતી. આ અંગે ડુમસ પોલીસે ચોરીના બે ગુનાઓ દાખલ કરી સીસીટીવી કેમેરાના ફુટેજ આધારે તપાસ શરૂ કરી હતી. સિટીલાઇટ પર ઓસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા અને નિવૃત જીવન ગાળતા 66 વર્ષીય યુસુફ હુસેની આફ્રિકાવાલાનો પોતાની માલિકીનો ડુમસ રોડ પર સાયલન્સ ઝોનમાં સેટેલાઇટ બંગ્લોઝ આવેલો છે.vy9hBOTV Screenshot 6 5

3 બદમાશો દ્વારા રૂ. 2.15 લાખની ચોરી

આ બંગલામાંથી 22મી જુલાઈએ રાત્રીના સમયે તસ્કરોએ લોખંડની ગ્રીલ અને કોલેપ્સિબેલ ગ્રીલ કોઈ સા‌ધન વડે તોડી કબાટમાંથી બે મૂર્તિઓ રૂ. 90 હજાર, પિત્તળ અને તાંબાના વાસણો રૂ. 25 હજાર, કેમેરો લેન્સ સહિત રૂ. 2.15 લાખની ચોરી કરી હતી. જેમાં 4 બદમાશો ચોરી કરવા આવ્યા હોવાની વાત સામે આવી હતી. અન્ય ચોરીના બનાવમાં સાયલન્ટ ઝોનમાં જે.આર.વિલા ફાર્મહાઉસમાંથી તસ્કરોએ ટ્રોલી બેગમાંથી ઈમીટેશન જવેલરી, ઘડિયાળ, તેલનો ડબ્બો, નળ સહિતનો સામાન મળી 55500ની ચોરી કરી હતી.Screenshot 2 1

ચોરોની ધરપકડ

આ ચોરી 18મી તારીખે થઈ હતી. આ અંગે મેનેજર હિમાશું લક્કડએ ડુમસ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.જેમાં 150થી વધુ કેમેરાના આધારે શૌકત ઉર્ફે શંકર દિલાવરભાઇ રાઠોડ, તેજસ પપ્પુભાઇ રાઠોડ અને સુનિલ શંકરભાઇ રાઠોડનામના 3 આરોપીઓની ધરપકડ કરી હતી.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.