રાજકોટનું રાજાશાહી સમયનું લાલપરી તળાવ ઓવર ફલો, ગોંડલનું વેરી તળાવ પણ ઓવરફલો: પ4 જળાશયોમાં પાણીની માતબર આવક

અબતક, રાજકોટ સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત 16 દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં જળ વૈભવ હિલોળા લઇ રહ્યા છે. આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન પ4 ડેમમાં માતબર પાણીની આવક થવા પામી છે. રાજકોટની જળ જરુરીયાત સંતોષતા તમામ જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થવા પામી છે. ભાદર ડેમમાં નવું 3.05 ફુટ પાણીની આવક થવા પામી છે. 34 ફુટે ઓવર ફલો થતાં ભાદરની સપાટી 24.20 ફુટે પહોંચી જવા

પામી છે. ડેમમાં 2584 એમસીએફટી પાણી સંગ્રહિત છે. આજી-1 ડેમમાં 1.08 ફુટ, આજી-ર ડેમમાં 3.97 ફુટ, ગોંડલીમાં 13.94 ફુટ, વાછપરીમાં 9.02 ફુટ, વેરી તળાવમાં 1.35 ફુટ,

ન્યારી-1 ડેમમાં 3.61 ફુટ, મોતીસરમાં 1.97 ફુટ, ફાડદંગબેટીમાં 14.27 ફુટ, લાલપરીમાં 3.31 ફુટ, છાપરવાડી-1 માં 13.78 ફુટ, છાપરવાડી-રમાં 3.94 ફુટ, ઇશ્ર્વરીયામાં 2.95 ફુટ, કરમાળમાં 8.20 ફુટ, કર્ણુકીમાં 2.30 ફુટ અને માલગઢમાં 0.49 ફુટ પાણીની આવક થવા પામી છે. મોરબી જીલ્લામાં મચ્છુ-1 ડેમમાં 3.84 ફુટ, મચ્છુ-ર ડેમમા: 0.39 ફુટ, ડેમી-1 માં 0.43 ફુટ, ડેમી-ર ડેમમાં 1.64 ફુટ, ધોડાધ્રોઇ ડેમમાં 1.48 ફુટ, બંગાવડીમાં 0.82 ફુટ, બ્રાહ્મણી ડેમમાં 2.10 ફુટ, બ્રાહ્મણી-રમાં 0.49 ફુટ અને ડેમમાં 0.98 ફુટ પાણીની આવક થઇ છે. જામનગર જીલ્લાના સસોઇ ડેમમાં 1.25 ફુટ, પન્ના ડેમમાં 0.89 ફુટ, ફુલઝર ડેમમાં 4.43 ફુટ, વિજરળીમાં 0.20 ફુટ, ડાઇ મીણસરમાં 4.20 ફુટ, ઉંડ-3 માં 1.48 ફુટ, આજી-4 માં 0.85 ફુટ, ઉંડ-1 0.16 ફુટ, રૂપાવટીમા: 0.98 ફુુટ, અને સસોઇ-ર ડેમમાં 0.49 ફુુટ પાણીની આવક થવા પામી છે.

દ્વારકા જીલ્લાના ઘી ડેમમાં 1.48 ફુટ, વર્તુ-1માં 2.62 ફુટ, વર્તુ-ર ડેમમાં 4.43 ફુટ, સોનપરીમાં 2.62 ફુટ, શેઠા ભાડથરીમાં 3.77 ફુટ, વેરાડી-1 માં 0.66 ફુટ, કાબરકામાઁ 1.64 ફુટ, વેરાડી-રમાં 1.15 ફુટ અને મીણસરામાં 0.98 ફુટ પાણીની આવક થવા પામી છે. જયારે સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ ભોગાવો-1 (નાયકા),માં 0.39 ફુટ, વઢવાણ ભોગાવો-ર (ધોળીધજા) માં 0.10 ફુટ, લીંબડી ભોગાવો-1 માં 2.59 ફુટ, ફલકુ ડેમમાં 0.16 ફુટ, વાંસલમાં 0.66 ફુટ, મોરસલમાં 0.98 ફુટ, નિંભણી ડેમમાં 0.66 ફુટ, ધારી ડેમમાં 1.64 ફુટ અને પોરબંદર જીલ્લાના સોરઠી ડેમમાં 11.22 ફુટ પાણીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.