હળવદ પોલીસ મથકે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ : પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
સૌરાષ્ટ્રના પ્રથમ હરોળમાં ગણાતા હળવદ માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓ સાથે રૂ.૩.૬૧ કરોડની છેતરપીંડી થઈ હોવાની હળવદ પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોધાતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ – ધ્રાંગધ્રા રોડ પર હળવદ માર્કેટીંગ યાર્ડના જુદી જુદી ૬૯ પેઢીઓના વેપારીઓ સાથે અંદાજે ૩ માસ અગાઉ એરંડા, જીરૂ, ચણા, ધાણા સહિતના ખેતી પાકો યાર્ડના એક વેપારી સહિત ચાર શખ્સોએ ખરીદી કરેલ હોઈ જેની રકમ આજ સુધી માર્કેટીંગ યાર્ડના વેપારીઓને નહીં આપતા આખરે આજે પ્રજાપતિ ટ્રેડીંગ નામની પેઢીના માલિક મનસુખભાઈ ઓગડભાઈ પ્રજાપતિએ હળવદ પોલીસ મથકે ફરિયાદ આરોપી અશોકભાઈ ગાંડાલાલ બાપોદરીયા, નવીનચંદ્ર રાયચંદ્ર દક્ષીણિ, ધ્રુવકુમાર નવીનચંદ્ર દક્ષીણી અને રાજુભાઈ કાંતિભાઈ સહિત ચાર શખ્સો સામે ૩,૬૧, ૧ર,પ૯૮ રૂપિયાની છેતરપીંડીની ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
બનાવ અંગે હળવદ પોલીસે આઈપીસી ૪૦૬, ૪ર૦, ૧૧૪ની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવ અંગે વધુ તપાસ હળવદ પી.આઈ. એમ.આર.સોલંકી ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા.ર૭ના રોજ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી યોજાવાની હોઈ જેના ફોર્મ પણ ભરાઈ ગયા હોય ત્યારે આ બનાવથી વેપારીઓ સાથે ૩.૬૧ કરોડથી પણ વધુની છેતરપીંડીની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
આરોપી ઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ ચેરમેન
આઅંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલે જણાવ્યું હતું કે આરોપી દ્વારા જે વેપારીઓ સાથે છેતરપીંડી કરીછે તેવોની સામે પોલીસે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ
બે દિવસ માં આરોપી ને ઝડપી પાડવા આલ્ટીમેટમ આપતા વેપારીઓ
આ અંગે વેપારી મીત્રો એ જણાવ્યું હતું કે હળવદ માર્કેટિંગ યાર્ડના ૬૯ વેપારીઓ સાથે રૂ.૩.૬૧ કરોડ થી વધુની છેતરપીંડી મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ત્યારે આરોપી ને બે દિવસ માં ઝડપી પાડવા વેપારીઓ એ માંગ કરી છે જો બે દિવસ માં આરોપી ઓ ન ઝડપાઇ તો ધરણાં ના કાર્યક્રમ આપવામાં આવશે