સીસીટીવી કેમેરામાં તસ્કરોની ચોરીની ઘટના કેદ પંચવટી કોમ્પલેક્ષના વેપારી વર્ગમાં ફફડાટ
સુરેન્દ્રનગર શહેરના કારીગરની હોટલ સામે આવેલા પંચવટી કોમ્પ્લેકસમાં 5 દુકાનના તાળા તોડી રૂ.3.50 લાખની ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.
સુરેન્દ્રનગર શહેરના કારીગરની હોટલ સામે આવેલ પંચવટી કોમ્પ્લેકસમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હોવાનું વહેલી સવારના દુકાનોના માલિકો આવતા જેમને જાણકારી મળી હતી ત્યારે સુરેન્દ્રનગર શહેરના પંચવટી કોમ્પલેક્સમાં પાંચથી છ દુકાનોનાં તાળા તૂટ્યા છે ત્યારે આ અંગેની જાણકારી બી ડિવિઝન પોલીસ મથકને આપવામાં આવતા પોલીસ મથકના પી.એસ.આઇ સોલંકી તેમજ તેમનો સ્ટાફ ઘટનાસ્થળે હાલમાં દોડી આવ્યો છે ત્યારે હાલમાં પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે વેપારીઓ પોતાની દુકાનમાં તપાસ કર્યા પછી કોની દુકાન માં કેટલી ચોરી થઈ છે અને કેટલી માલમતા ગઇ છે જેનો ખ્યાલ તપાસ બાદ માં આવી શકે તેમ છે હાલમાં પાંચથી છ દુકાનોનાં તાળાં તૂટયા છે તે દુકાનોમાં હાલમાં તપાસ ચાલુ છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં થોડા દિવસથી ઠંડીનો ચમકારો વધવાના કારણે સુરેન્દ્રનગર શહેરના માર્ગો પણ રાત્રીના સમયે સુમસામ બની જાય છે ત્યારે તસ્કરોને કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોમાં મોકો મળી અને અને આવા કોમ્પલેક્સમાં રાત્રિના સમયે તસ્કરો ખાસ કરી અને ચોરી નો લાભ લેતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેર માં 24 કલાક ધમધમતા વિસ્તારમાં અત્યારે હાલમાં ચોરીની ઘટના બની છે પરંતુ છ દુકાનો મળી અને જેમાં કેટલી માલમતા ગઇ છે જેનો અંદાજ હાલ આવી શકે તેમ નથી તપાસ બાદ સાચું કારણ અને કેટલાની ચોરી થઇ છે તેનો અંદાજ આવી શકશે તેવું હાલમાં પોલીસ જણાવી રહી છે. એક દુકાનમાંથી રૂ.3.50 લાખની ચોરી થયાનું પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ.