સવારે 7:35 કલાકે આવ્યો ભુકંપનો આંચકો: કેન્દ્રબિંદુ ભચાઉથી 10 કિ.મી. દુર નોંધાયુ
કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી ઉઠી છે. આજે સવારે 3.2ની તિવ્રતાનો ભુકંપનો આંચકો આવ્યો હતો. લોકો ઉંઘમાંથી સફાળા જાગી ઉઠ્યા હતા. જો કે ભુકંપથી જાન-માલની હાની થવા પામી ન હતી. વારંવાર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતા ભુકંપના આંચકાથી લોકોમાં ડરનું લખલખું પ્રસરી જવા પામ્યું છે.
આજે સવારે 7 કલાકને 35 મીનીટે કચ્છમાં ભુકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભુકંપની તિવ્રતા 3.2ની નોંધાઇ હતી. જ્યારે કેન્દ્રબિંદુ ભચાઉથી 10 કિ.મી. દુર નોંધાયુ હતું. કચ્છની ધરા વારંવાર ધુ્રજી રહી છે. 2001માં આવેલા ભયાનક ભુકંપની વિનાશક યાદો તાજી થઇ રહી છે. જેના કારણે કચ્છી માંડુઓમાં ભયનું લખલખુ પ્રસરી જવા પામે છે.
આજે વહેલી સવારે કચ્છમાં આવેલા ભુકંપના આંચકાથી જાન-માલની નુકશાની થયાના કોઇ અહેવાલ મળતા નથી. એક તરફ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ ભુકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.