- 11 વાગ્યા સુધીમાં 24.29 ટકા મતદાન
- ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ટકકર: સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન: 23મીએ મતગણતરી
બનાસકાંઠા લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાતા ગેનીબેન ઠાકોરે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા ખાલી પડેલી વિધાનસભા બેઠક માટે આજે પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. 3.10 લાખ મતદારો 10 ઉમેદવારોના રાજકીય ભાવિ ઈવી એમમાં સીલ કરશે. વાવ વિધાનસભા બેઠક કોંગ્રેસ જાળવી રાખશે ભાજપ આ બેઠક આંચકી લેશે કે અપક્ષ મોટો અપસેટ સર્જશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
વાવ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપ ઠાકોર, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત અને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ વચ્ચે મુખ્ય ટકકર છે. પેટા ચૂંટણીના પરિણામોથી સત્તાના સમીકરણો પર કોઈ જ અસર થવાની નથી છતા બંને મુખ્ય રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે.
વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ 21 ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ દસ (10) ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
સાંજના 6 વાગ્યા સુધી મતદાન ચાલશે
ગુજરાતની 07-વાવ વિધાનસભા મતવિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 7 કલાકથી મતદાનસાંજના 6 કલાક સુધી મતદાન ચાલશે. જેના માટે 321 બેલેટ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ અને 321 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.
મતદાન મથકો ખાતે કુલ 1,412 જેટલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં 1,61,296 પુરૂષ, 1,49,478 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તા.23 નવેમ્બરના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે.
મૈયા સન્માન યોજનાનો ચોથો હપ્તાનું વિતરણ કરતા હેમંત સોરેન
ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને મંગળવારે બે તબક્કાની વિધાનસભા ચૂંટણીના પહેલા એક દિવસ પહેલા મૈયા સન્માન યોજનાના ચોથા હપ્તાના વિતરણની જાહેરાત કરી હતી.હેમંતની આગેવાની હેઠળની જેએમએમ-કોંગ્રેસ-આરજેડી સરકારે ચાર મહિના જૂની સ્કીમને હાઇલાઇટ કરી છે, જેના હેઠળ 18 થી 50 વર્ષની મહિલાઓને આવકના સ્વતંત્ર સ્ત્રોતો નથી, તેમને દર મહિને રૂ.1,000 ચૂકવવામાં આવે છે. હેમંત અને તેના સાથીઓએ વચન આપ્યું છે કે જો તેઓ ઓફિસ પર પાછા ફરશે તો ડિસેમ્બરથી રકમ વધારીને રૂ.2,500 કરશે. એક્સ પર, સીએમએ ખુલાસો કર્યો કે નવીનતમ હપ્તો “ગઈકાલે (સોમવારે)” તમામ બહેનોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. “આ (યોજના)એ તેમને શાહુકારો પાસેથી અત્યંત મોંઘી લોન લેવાથી મુક્ત કર્યા છે.