દુધઈ નજીક કેન્દ્ર બિંદુ ધરાવતા ભૂકંપની અસર સમગ્ર કચ્છમાં અનુભવાય
કચ્છમાં ગઈકાલે વધુ એકવાર ભૂતકાળમાં વેરાયેલા વિનાશ ના દિવસે26મી જાન્યુઆરી 2001ના ભૂકંપની યાદ તાજી થઈ હોયતેમ 3.1 ની તીવ્રતા ના ભૂકંપે સમગ્ર કચ્છ ની ધરતી ને ઘણધણાવી દીધી હતી ગાંધીનગર સ્થિત ભૂસ્તર રિસર્ચ સેન્ટર ખાતે રવિવારે સવારે 8:38 મિનિટે ભૂકંપનો આંચકો નોંધાયો હતો જેનું એપી સેન્ટર દુધઈ ઉત્તર-પૂર્વ 26 કિલોમીટર દૂર ધોળાવીરા નજીક હોવાનું બહાર આવ્યું હતું
અમદાવાદ થી 300 કિલોમીટર દૂર આવેલાકેન્દ્ર બિંદુ પાસે નોંધાયેલા ભૂકંપના આંચકાથી દૂર સુધી ધરતીકંપ નો અનુભવ થયો હતો આ વર્ષે 21મી ઓગસ્ટે પણ ધોળાવીરા નદી કેન્દ્ર બિંદુ ધરાવતા 4.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો રવિવારના દિવસે ગઈકાલે ધરાએ 2001માં 20,000થી વધુ લોકોનો ભોગ લેનાર ભયાનક ભૂકંપની યાદ તાજી કરી હતી સદનસીબે ગઇકાલના ભૂકંપના આંચકાઓથી કોઈપણ પ્રકારની કોઇ જાનહાનિ થઇ ન હોવાનું ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું