ઋષિકેશના એક હજારથી પણ વધારે જરૂરતમંદ લોકોને બ્લેન્કેટનું વિતરણ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની ૨૯મી દીક્ષા જયંતિ પ્રકૃતિની ગોદમાં ઋષીકેશની ધન્ય ધરા પર ઉજવાઈ હતી. ૨૯ વર્ષ પહેલા ૧૦/૦૨/૧૯૯૧ ના દિવસે ધર્મ નગરી રાજકોટમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવેસંયમ જીવન ગ્રહણ કરેલ અને સંયમ જીવન દરમ્યાનતેઓના શ્રીમુખેથી દીક્ષા મંત્ર અંગીકાર કરનારા ૩૭ સંયમી આત્માઓ દ્વારા આ આવસરે સંયમ પ્રદાતા ગુરુ માટે અહોભાવ અને ઉપકારભાવ વ્યક્ત થયેલ. એક શિષ્ય માટે ગુરુતત્વ તે હંમેશા એક અજાયબી હોય છે આ ભાવ સાથે સંયમ શુભેચ્છા વ્યક્ત થયેલ.

કોલકાતા, રાજકોટ, મુંબઈ, બેંગ્લોર આદિ ક્ષેત્રના ભાવિકોની ઉપસ્થિતિમાં પરમ ગુરુદેવે સંયમી સમુદાયને સમજાવતાં ફરમાવ્યું કે, આપણે આપણા સ્વયંના નેચરને નેચર (પ્રકૃતિ) સાથે કમ્પેર કરવું જોઈએ. દરેક વ્યક્તિ અને વસ્તુનો સંયોગ એક દિવસ ભૂતકાળ બની જાય છે અને માટે જ તે સંયોગોથી જોડાવવું, અટેચ થવું તે ભવિષ્યમાં ભૂલ પ્રતિત થાય છે. સંયોગોનો ભૂતકાળ દીર્ઘ હોઈ શકે છે પણ તેનું ભવિષ્ય દીર્ઘ નથી હોતું. સંયોગોનો યોગ અને વિયોગ થવાનો છે એ સમજ હોવી, તે સંયમ છે. આપણા સંયમ જીવનમાં હિમાલય જેવી અડગતા પ્રગટે, ગંગા જેવી પવિત્રતા પ્રગટે એ જ લક્ષ હોવું જોઈએ.  સતકાર્યાની શૃંખલાને વધારતા આ અવસરે ઋષીકેશના હજારથી પણ વધારે જરૂરીયાતમંદ લોકોને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવેલ. સંયમ ભક્તિના ભાવોં સાથે કોલકાતા પારસધામના ભાવિકો અને મુંબઈના અનન્ય ગુરુભક્ત શ્રી પ્રવીણભાઈ પારેખે સંયમ શુભેચ્છા અર્પણ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.