કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની પ્રેરક ઉ૫સ્થિતિ રહેશે: કાજલ ઓઝા વૈદ્યના વકતવ્યનું આયોજન: હોદ્રેદારી અબતકની મુલાકાતે
શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભાનું આયોજન આગામી તા. ર૯ને મંગળવારના રોજ સાંજે ૬ કલાકે કલાસીક પાર્ટી પ્લોટ, અવધ રોડ, કાલાવડ રોડ ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વકતા કાજલબેન ઓઝાનું પ્રવચન યોજાશે. જે અંગે વિગત આપવા એસોસિએશનના મેનેજર પોપટભાઇ કાછડીયા, ઉપપ્રમુખ રતિલાલ સાદરીયા, ખજાનચી રાજેશભાઇ ડોબરીયા અને કારોબારી સભ્ય વસંતભાઇ વીરડીયાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રાજકોટ શહેર ઔઘોગિક ક્ષેત્રે આગળ પડતું સ્થાન ધરાવે છે. રાજકોટથી નજીક નેશનલ હાઇવે ઉપર ૧પ કી.મી. દુર શાપર-વેરાવળ ઔઘોગિક ઝોન આવેલ છે. જેનો વિસ્તાર ર૦ ચો.કી. છે. હાલમાં આ વિસ્તારમાં કામ કરતાં એક લાખ લોકોને રોજી મળી રહી છે. મેટોડામાં જી.આઇ.ડી. હોઇ તેના વ્યવસ્થિત વિકાસ થાય છે. જયારે શાપર-વેરાવળમાં ૧પ૦૦ એકર ખેતીની જમીન વ્યકિતગત ધોરણે બીનખેતી થઇ ઉઘોગોચાલે છે આ માટે સંતુલિત વિકાસ માટે એસોસીએશન બનેલ છે. અને તેના મારફત ઉઘોગોના પ્રશ્ર્નો હલ કરવામાં આવે છે.
હાલમાં એસોસીએશનના પ્રાણપ્રશ્ર્નો પીવાનું પાણી, ગરીબ માણસો માટે રહેણાંકના મકાનો ભુર્ગભ ગટર, ઔઘોગિક ઘન કચરાનો નિકાસ, પ્રદુષિત પાણીના કારણે થતો રોગચાળો વગેરે છે. આ માટે રાજય સરકારની સહાયથી પ્રશ્ર્નો હલ થાય તેવા પ્રયત્નો ચાલુ છે.
શાપર-વેરાવળમાં ગ્રામ પંચાયતો છે તેના નિયમ મુજબ નગરપાલિકા મળી શકે તેમ છે. આ માટે રજુઆત કરવામાં આવી છે.ઔઘોગિક ઝોન શાપર-વેરાવળ ક્રિટીકલ ઇન્ફાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ પ્રોજેકટ અન્વયે એસોસીએશન મારફત ા ૫૩ કરોડના ખર્ચે ૪૬ કી.મી.ના પાકા સીમેન્ટ રોડ બનાવેલ છે.
ફાયર સ્ટેશન માટે આપણી રજુઆત ઘ્યાને લઇ રુડા તરફથી અંદાજે ા ૯ કરોડની જમીન મંજુર થતાં તા. ૨૨-૯-૧૭ના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ પાણીના હસ્તે ખાતમુહુર્ત કરેલ છે. અને ડામાંથી બાંધકામ પ્લાનની મંજુરી તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર સ્કીમ અન્વયે સરકારમાં પ્રોજેકટની સ્કીમ મંજુર કરાવવાની કાર્યવાહી ચાલુ છે. આ સુવિઘાથી આસપાસના ગામોમાં વિકસી રહેલ ઉઘોગોને પણ લાભ થશે.
ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શાપર વેરાવળ ચોકડી પાસે ઓવરબ્રીજ તથા પારડીગામ અને શીતળામાતા મંદીર પાસે અન્ડર પાસ બ્રીજ મંજુર કરાવેલ અને શીતળામાતા મંદીર અન્ડર પાસની ઉંચાઇ ૩.પ મીટર મંજુર કરેલ તે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માડવીયાશ્રીને રજુઆત કરી ૫.૫ મીટર કરી રી ટેન્ડરીંગ કરાવેલ અને આ કામપૂર્ણ થઇ ગયેલ છે.
વ્યકિતગત ધોરણે ઉભી થયેલ ઔઘોગિક વસાહતમાં દરેક પ્રકારના ઉઘોગોના કારણે અંદાજે ૧૬૫૦૦૦ થી વધુ લોકોને રોજગારી પુરી પાડે છે સરકારને કરની આવક વિદેશી હુંડીયામણ મળે છે તેના વિકાસ માટે રાજય સરકાર મદદરુપ બને તે માટે અપેક્ષા રાખવામાં આવી છે.
આરોગ્યને લગતી સુવિધા માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરાવેલ છે તેમજ ૧૦૮ ની એમ્બ્યુલન્સ સેવા માટે ા પ લાખના ખર્ચે ઓફીસર બનાવી ભાડા વગર સન ૨૦૦૯ થી બેસવા માટે આપેલ છે.કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, બાન લેમ્બના મૌલેશભાઇ ઉકાણી, ધનસુખભાઇ ભંડેરી, રાજુભાઇ હિરપરા, પરેશભાઇ ગજેરા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા તેમજ નીતીન ભારદ્વાજ, કમલેશ મીરાણી, કલેકટર રાહુલ ગુપ્તા, મ્યુનિ. કમિશ્નર બંધાનિધી પાની, એસ.પી. અંતરીય સુદ, સુવિધ શાહ અને ડી.એસ. પ્રજાપતિ ઉ૫સ્થિત રહેશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com