સૌથી વધુ ઉના તાલુકામાં ૧૩૦૧૫ લોકો
ગીર સોમનાથ જિલ્લામાં કોવીડ-19ના સંક્રમણને અટકાવવા આરોગ્યતંત્ર દ્રારા સધન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાં બહારના રાજ્ય કે જિલ્લામાં થી આવેલ 47208 લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
જેમાં 29126 લોકોએ હોમ કોરોન્ટાઈન પૂર્ણ કરેલ છે. જેમાં તાલુકા મુજબ વેરાવળમાં 12222, સુત્રાપાડામાં 1074, તાલાળામાં 5386, કોડીનારમાં 5631, ઉનામાં 13015 અને ગીરગઢડામાં 2789 લોકોએ હોમ કોરોન્ટાઈન પૂર્ણ કરેલ છે.
સૌથી ઓછા વેરાવળ તાલુકામાં 1222 લોકો
જ્યારે જિલ્લામાં 18082 લોકો હોમ કોરોન્ટાઈન હેઠળ છે. વેરાવળ તાલુકામાં 1082, સુત્રાપાડા તાલુકામાં ૬૩૨, તાલાળા તાલુકામાં 3661, કોડીનાર તાલુકામાં 595, ઉના તાલુકામાં 5694, ગીરગઢડા તાલુકામાં 6410 લોકો આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ હોમ કોરોન્ટાઈનમાં છે. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ચેતન મહેતાએ જણાવાયું છે.