અનેક માછીમારો બીમાર, મુક્તિ માટે પરિવારની પોકાર
ઊના દાંડી ગામમાં 2500 ની આસપાસની વસ્તી છે. પરંતુ ગામના 29 જેટલા પુરુષો માત્ર પાકિસ્તાનની જેલમાં છે. પાકિસ્તાનમાં કોઈ વિઝા પર ગયા હોય અને કમાણી કરીને આવશે તેવું નથી. પરંતુ ગામનો મુખ્ય વ્યવસાય જ માછીમારી અને ખેતીનો છે. જેમાં પણ ખેતી માત્ર ચોમાસા પર નિર્ભર છે. દાંડી ગામના 29 જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં છેલ્લા 3 થી 5 વર્ષથી અલગ અલગ જેલોમાં કેદ છે.
જેમાં કોઈનો ભાઈ, પિતા, પતિ અને તેમજ દીકરો તેમના મોભીની પરીવારજનો રાહ જોઇ રહ્યા છે. અને આંખો માંથી અશ્રુ વહી રહ્યાં છે તો આંસુ અને હૃદય માંથી વેદના સાંભળ્યે તો કહે છે અમારા ઘરના મોભી ક્યારે આવશે..???. પા. જેલમાં કેદ માછીમારોના ઘરની મુલાકાત લેતાં જ મહીલાઓ પોતાની વેદના વર્ણવી આખો માંથી અશ્રુઓ વહેવા લાગ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લા સહિત દેશભરના અલગ અલગ વિસ્તારોના 666 જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે. જે પૈકી 400 જેટલા માછીમારો તો માત્ર ગીર સોમનાથ જિલ્લાના જેમના પરિવારજનો સરકાર સમક્ષ ગુહાર લગાવી રહ્યા છે કે ફિશરમેનોને સરકાર કયારે છોડાવશે. તેવી માછીમાર પરીવારજનોએ માંગ કરી રહ્યા છે.
માછીમારોના પત્ની સવિતાબેન એ જણાવેલ કે મારા પતિ અરજણ મજીઠીયા 5 વર્ષથી પાકિસ્તાન જેલમાં છે. માછીમારી કરવા ગયા ત્યારે બોટમાં પંખો બંધ થઇ જતા પા. નેવી સિક્યુરિટી દરિયામાં આવીને લઈ ગયા છે, મારા પતિ પાંચ વર્ષથી પા. જેલમાં હોય સરકાર કોઈ સહાય પણ આપતી નથી.
ગામના 29 માછીમારો પા.જેલમાં છે તેને છોડાવા અવાર નવાર ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી છે તેમ છતાં કોઇ સાંભળવા તૈયાર નથી. આવા પરીવારની હાલત ખુબ ખરાબ છે. હું પણ પા. જેલમાં રહી ચુક્યો છું ત્યાં પાકિસ્તાનની જેલમાં બીમાર પડે ત્યારે માત્ર ભગવાન જ ભરોસે રહે.