રણજીત વિલાસ પેલેસ ખાતે આવેલા સ્ટેટ મ્યુઝિયમમાં આજે વિશ્ર્વ મહીલા દિન નીમીતે ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સુરક્ષા સેતુ સોસાયટી અને નારી શકિત એજયુ. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં રરર મહીલા આર્ટિસ્ટોર દ્વારા તૈયાર કરાયેલા ચિત્રો મુકવામાં આવ્યા હતા. આ પ્રદર્શન તા.૮ માર્ચથી ૧૦ માર્ચ સુધી સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી નિહાળી શકાશે. આ પ્રદર્શનનું ઉદધાટન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આયોજનમાં અઘ્યક્ષપદે કાદમ્બરીદેવી જાડેજા સહીતના ઉપસ્થિત રહ્યા હતા આ આયોજનનો મુખ્ય હેતુ નારી શકિત પ્રદર્શનનો છે. આ આયોજન નિ:શુલ્ક યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં દરેક મહીલાને સર્ટીફીકેટ અને મદદનીશોને ગીફટ આપવામાં આવી હતી.
છેલ્લા ૧૩ વર્ષથી ચિત્રકળા સાથે સંકળાયેલા સુરેન્દ્રનગરનાં ભાવિનીબા ઝાલાએ જણાવ્યું કે, ઓલ ઓવર ગુજરાતમાંથી દરેક જ્ઞાતિની મહીલાઓએ ચિત્ર બનાવ્યેંુ છે.
વિશ્ર્વ મહીલા દિવસે દરેક નારીમાં પ્રતિકૃતિ દેખાડવા તેમજ નારીઓને પ્લેટફોર્મ આપીને આગળ કરવાનો હેતુ છે દર વર્ષ પ્રોગ્રામ થાય છે.
અજય ચૌહાણે જણાવ્યું કે પ્રદર્શનનું લીમકા બુક ઓફ રેકોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવેલું છે. આવું ગુજરાતમાં પ્રથમવાર બન્યું છે.
અજયસિંહે જણાવ્યું કે ૧૯ સીટીના રરર મહીલાઓએ ભાગ લીધો છે. દરેક મહીલાઓ માટે ૪૪ પાનાની કલર બુક બનાવેલ છે. જે લોકોને આજીવન કામ આવી શકે છે.કેમ કે આ પ્રદર્શનનો જે રેકોર્ડ છે તે ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડ અને લીમ્કા બુક ઓફ રેકોર્ડ છે આ બુક દરેક મહીલાઓને ગીફટ કરવાની છે. ૧૦ તારીખે સટીફીકેટ આપવાનું છે.