સેવાયાત્રાનાં ૩૫ વર્ષ પૂરા થવાના અવસરે યોજાશે વિવિધ કાર્યક્રમો: રાજયપાલ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, રાજયના મંત્રીઓ અને અનેક સેલિબ્રિટી રહેશે ઉપસ્થિત ડાયરામાં ટોચના લોકકલાકારો જમાવટ કરશે: જય વસાવડાને સાંભળવાનો લ્હાવો મળશે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ પત્રકારોને આપી માહિતી

રાજકોટની સરગમ કલબ છેલ્લા ૩૫-૩૫ વર્ષથી વિવિધ ક્ષેત્રે સેવાપ્રવૃત્તિઓ કરી રહી છે. ગુણવંતભાઈ ડેલાવાળાના પ્રમુખ પદ હેઠળ કાર્યરત સરગમ કલબ આગામી ૨૮મી જાન્યુઆરીએ સ્થાપનાના ૩૫ વર્ષ પૂરા કરવા જઈ રહી છે. ત્યારે આ દિવસને ઐતિહાસીક અને યાદગાર બનાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે. અવધ રોડ ઉપર આવેલા કલાસીક પાર્ટીપ્લોટમાં યોજાનારા કાર્યક્રમમાં સરગમ કલબની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતુ. અવધ રોડ ઉપર આવલે કલાસીક પાર્ટી પ્લોટમાં યોજાનારા કાર્યક્રમમાં સરગમ કલબની પ્રવૃત્તિઓને આવરી લેતા ત્રણ પુસ્તકો અને સીડીનું વિમોચન ઉપરાંત ઓડીયો વિઝયુઅલ ડોકયુમેન્ટ્રી પ્રેઝન્ટેશન, ભવ્ય ડાયરો અને ભોજન સમારંભ સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા, મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ, રાજયના મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો તેમજ અન્ય સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ભવ્યાતિભવ્ય લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત નિમંત્રીતોને જાણીતા વકતાઓ જય વસાવડાની વાણીનો લાભ પણ મળશે. જણાવતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આજે પત્રકારોને કહ્યું હતુ કે આ કાર્યક્રમ થકી સરગમ કલબને વધુ સેવાકાર્યો કરવાનું બળ મળશે.આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અને મહેમાનોનાં સ્વાગત બાદ સંતો મહંતોનું શાલ અને સ્મૃતિચિહન આપી અભિવાદન કરવામાં આવશે. ત્યારબાદ ડાયરાના કલાકારોનું પણ અભિવાદન કરવામાં આવશે. જાણીતા કટારલેખક અને અને વકતા જય વસાવડા સરગમ કલબ વિશે પોતાનો અભિપ્રાય રજૂ કરશે. આ પછી મહેમાનોનાં હસ્તે સરગમ કલબની પ્રવૃત્તિઓ અને તેની ૩૫ વર્ષની યાત્રાને આવરી લેતા ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે. આજ રીતે સીડીનું પણ વિમોચન કરવામાં આવશે. આ વિમોચન બાદ ઓડિયો વિઝયુઅલ ડોકયુમેન્ટ્રીનું પ્રેઝન્ટેશન થશે અને ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો પોતાનું વકતવ્યઆપશે. ભોજન સમારંભ બાદ રાત્રે ૯ થી ૧૨ દરમિયાન લોકડાયરો યોજવામાં આવ્યો છે.

સરગમ કલબના મંત્રી મૌલેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતુ કે,આ તકે કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ, કૃષિમંત્રી આર.સી.ફળદુ પૂરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે, અમદાવાદના સાંસદ પરેશ રાવલ, સાંસદ મોહનભાઈ કુંડારીયા વગેરે ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ગૌસેવા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથિરીયા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપના નેતા નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ ડો. ડાયાભાઈ પટેલ, એન્જલ પંપ પ્રા.લી.ના ચેરમેન શિવલાલભાઈ આદ્રોજા, અગ્રણી બિલ્ડર નંદલાલભાઈ માંડવીયા, અમદાવાદના વર્ધમાન ગ્રુપના ડો. હરીશભાઈ મહેતા, ઉદ્યોગપતિ જયદેવભાઈ આર્ય, ગોંડલના ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુક વગેરે ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં આર્ષ વિઘામંદીર મુંજકા તેમજ હિન્દુ આચાર્ય સભાના સંયોજક સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, યુવા વૈષ્ણવાચાર્ય પૂજયપાદ ગોસ્વામી વ્રજરાજકુમારજી મહોદય, સ્વામીનારાયણ ગુરુકુળ, રાજકોટના મહંત પ.પૂ. સદગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામી, એસ.જી.વી.પી. ગુરુકુળ, છારોડીના અઘ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી, આણદાબાવા સેવા સંસ્થા જામનગરના મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજ, બી.એ.પી. એસ. મંદીર, રાજકોટના અપૂર્વમુતિ સ્વામી, જગદ ગુરુ શ્રીમદ્દ વલ્લભાચાર્ય પ્રાગટય પીઠના ગૃહાધિપતિ પ.પૂ. ૧૦૮ દ્વારકેશલાલજી મહારાજ, યોગીધામ ગુરુકુળ રાજકોટના પ.પૂ. ત્યાગવલ્લભ સ્વામી તેમજ કામવન-રાજકોટના ગોસ્વામી ૧૦૮ વ્રજેકુમાર મહોદય ઉ૫સ્થિત રહેશે.ગુણવંતભાઇ ડેલાવાળાએ વધુમાં ઉમર્યુ હતું. કે, આ કાર્યક્રમમાં સરગમી ડાયરાની રંગત પણ જામશે અને લોકસઁસ્કૃતિના ખ્યાતનામ કલાકાર પહ્મશ્રી ભીખુદાન ગઢવી, કિર્તિદાન ગઢવી, માયાભાઇ આહિર, ઓસમાણ મીર, અભિસિંહ રાઠોડ, અને ફરીદા મીર લોકકલાનું ઉ૫સ્થિત મહેમાનોને રસપાન કરોવશે.આ સમગ્ર આયોજન માટે કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઇ પટેલ અને મંત્રી મૌલેશભાઇ પટેલ ઉપરાંત શહેરના મહાનુભાવો અરવિંદભાઇ દોમડીયા, સુરેશભાઇ નંદવાણા, જગદીશભાઇ ડોબરીયા, બીપીનભાઇ હદવાણી, નાથાભાઇ કાલરીયા, પરસોતમાઇ કમાણી, મનીષભાઇ માદેકા, યોગેશભાઇ પુજારા, એમ.જે.સોલંકી, કિરીટભાઇ આદ્રોજા, રાકેશભાઇ પોપટ, સ્મિતભાઇ પટેલ, ખોડીદાસભાઇ પટેલ, નરેશભાઇ લોટીયા, છગનભાઇ ગઢીયા, પ્રવિણભાઇ જસાણી વગેરે સતત માર્ગદર્શન આપી રહ્યા છે.

ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવ્યું હતું કે કોઇપણ કાર્યક્રમ દાતાઓના સહયોગ વગર શકય બનતો હોતો નથી. સરગમી આનંદોત્સવના કાર્યક્રમ માટે પણ દાતાઓએ પૂરતો સહયોગ આપ્યો છે. અને સરગમ કલબ હંમેશા દાતાઓનું ઋણી રહેશે. આ કાર્યક્રમ માટે રાજકોટના અનેક દાતાઓએ સરગમ કલબને સહયોગ આપ્યો છે. જેમાં પુસ્તક પ્રકાશન માટે એન્જલ પમ્પના કીરીટભાઇ આદ્રોજા, ઓડિયો વિઝયુઅલ પ્રોડકશન માટે વૈભવ જિનિંગ એન્ડ સ્પિનિંગ મીલ્સના નરેશભાઇ લોટીયા અને રાજ લોટીયા, સરગમી ડાયરા માટે જે.પી. સ્ટ્રકચર પ્રા.લી. ના જગદીશભાઇ ડોબરીયા, વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે પમ ગ્રુપના શૈલેશભાઇ પાબારી, ગ્રાઉન્ડ, મંડપ, લાઇટ અને સાઉન્ડની વ્યવસ્થા માટે કલાસીક નેટવર્ક પ્રા.લી. ના સ્મિતકભાઇ પટેલ અને ઘનશ્યામભાઇ મારડીયા, ભોજન માટે રોલેકસ રિગ પ્રા.લી. ના મનીષભાઇ માદેકા અને ભવાની ઇન્ડસ્ટ્રીઝના સુરેશભાઇ નંદવાણા ઉપરાંત અરવિંદભાઇ દોમડીયા, નાથાભાઇ કાલરીયા, જયદેવભાઇ આર્ય અને રમેશભાઇ ધડુકને આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે.

આ પત્રકાર પરિષદમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા ઉપરાંત અરવિંદભાઇ દોમડીયા, મૌલેશભાઇ પટેલ, સ્મિતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, ખોડીદાસભાઇ પટેલ, જીતુભાઇ ચંદારાણા, શિવલાલભાઇ રામાણી, યોગેશભાઇ પુજારા, મહેન્દ્રભાઇ ફળદુ, નાથાભાઇ કાલરીયા, લલીતભાઇ રામજીયાણી, વિનોદભાઇ પંજાબી, જયેશભાઇ વસા, રાજભા ગોહિલ, રાજેન્દ્રસિંહ જાડેજા, કૌશિકભાઇ સોલંકી, ડી.વી. મહેતા, મુકેશભાઇ દોશી, મિતેનભાઇ મહેતા, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઇ શેઠ, રમેશભાઇ અકબરી, જયસુખભાઇ ડાભી, લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, જસુમતિબેન વસાણી, સુધાબેન ભાયા, અલ્કાબેન કામદાર, જયશ્રીબેન રાવલ, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે, ચંદ્રિકાબેન ધામેલીયા, કાંતાબેન કથીરીયા, રેણુબેન યાજ્ઞીક, કાશ્મીરાબેન નથવાણી, જયોતિબેન રાજગુરુ, માલાબેન કુંડલીયા, કુંદનબેન રાજાણી, હેલીબેન ત્રિવેદી, આશાબેન શાહ, જયશ્રીબેન સેજપાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.