આસો વદ -7 ને ગુરૂવાર તા . 28-10-2021 ના રોજ સવારે 9-42 થી છે આ ગુરૂપુષ્યામૃત યોગમાં વ્યાપાર ના ચોપડા ખરીદવા ઘરની જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવી તથા પૂજાની સામગ્રી ખરીદવી, સોના – ચાંદીની ખરીદી કરવી અત્યંત ઉત્તમ અને શુભ ફળદાયી રહેશે. પુષ્ય નક્ષત્રમાં એવા ગુણધર્મ છે કે જે સારી બાબત માં હંમેશા વધારો કરે છે આથીજ પુષ્યનક્ષત્ર શ્રેષ્ઠ ગણાય છે અને ખાસ કરીને ગુરુપુષ્યામૃત યોગ અને રવિ પુષ્ય યોગ દિવસ ઉત્તમ ગણાય છે.
આ ગુરુપુષ્યામૃત યોગ ના દિવસે જપ કરવા શ્રી યંત્રની પૂજા કરવી યંત્ર સિદ્ધ કરવું મંત્ર સિદ્ધ કરવો પણ ઉત્તમ ગણાશે તથા સારા આરોગ્ય માટે ઔષધી ગ્રહણ કરવી પણ ઉત્તમ છે ગુરૂવાર ના શુભ ચોઘડીયા : શુભ 6-50 થી 8-15 , ચલ 11-05 થી 12-30 બપોરના ચોઘડીયા : લાભ , અમૃત 12-30 થી 321 સુધી સાંજના ચોઘડીયા : સાંજે શુભ 4-30 થી 6-12 સુધી રાત્રીના ચોઘડીયા : અમૃત , ચલ 612 થી 9-21 સુધી ચોપડા ખરીદવા ઓર્ડર આપવા માટે શુભ દિવસ છે . સુર્વણ , રજત , શ્રીયંત્ર , કુબેર યંત્ર ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ છે .
જે લોકોની જન્મ કુંડળીમાં ગુરૂ ગ્રહ નબળો હોય અથવા તો સાંસારિક જીવનમાં મુસીબતો હોય તો આ ગુરૂપુષ્યામૃત યોગના દિવસે ગુરુ ગ્રહના જાપ કરવા અથવા જાણકાર બ્રાહ્મણ પાસે કરાવવા જેથી સંસાર ની મુસીબતો દૂર થશે તે ઉપરાંત આ દિવસે મહાદેવજીને ચણાની દાળ ચડાવી ચણાની દાળનું દાન પણ દઇ શકાય છે તેમ વેદાંતરત્ન શાસ્ત્રી રાજદિપભાઇ જોશીની યાદી જણાવે છે.