તમને પણ એક જ સાથે ૨૮૬ મહિનાની સેલેરી આપવામાં આવે તો ?? ચિલીની એક કંપનીએ પોતાના એક કર્મચારીના અકાઉન્ટમાં ભૂલથી 286 મહિનાની સેલરી એક જ વખતમાં જમા કરી દીધી. તેનાથી પણ વધુ રસપ્રદ વાત તો એ છે કે જ્યારે કંપનીએ કર્મચારીને પૈસા પાછા આપવાનું કહ્યું ત્યારે તેણે કંપનીને વચન આપ્યું હતું કે તે ટૂંક સમયમાં જ પૈસા પાછા આપી દેશે, પરંતુ તક જોઈને તે ગાયબ થઈ ગયો. આ ઘટના કોન્સોર્સિયો ઈન્ડસ્ટ્રીયલ ડી એલિમેન્ટોસ કંપનીની છે. તે ચિલી કંપનીઓમાંની સૌથી મોટી કંપની માનવામાં આવે છે.
43 હજારની જગ્યાએ 1.42 કરોડ રૂપિયા મળ્યા
મળતી માહિતી મુજબ કર્મચારીની સેલરી 5 લાખ પેસો (ચિલીની કરન્સી) એટલે કે લગભગ 43 હજાર રૂપિયા હતી. જેમાં કંપનીએ મે મહિનામાં ભૂલથી તેના અકાઉન્ટમાં 16.54 કરોડ પેસો એટલે કે લગભગ 1.42 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા.જ્યારે કંપનીના મેનેજમેન્ટે રેકોર્ડ ચેક કર્યો ત્યારે તેમને આ ભૂલની ખબર પડી.
કંપનીના અધિકારીઓનું કહેવું છે કે જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે કર્મચારીના ખાતામાં એક સાથે 286 મહિનાનો પગાર જતો રહ્યો છે, ત્યારે તેમણે કર્મચારીનો સંપર્ક કર્યો અને તેને પૈસા પરત કરવા માટે કહેવામાં આવ્યું, કર્મચારીએ પણ પૈસા પરત આપવા માટે હા પાડી, પરંતુ તક જોઈને તે કર્મચારી ગાયબ થઈ ગયો.
કર્મચારીએ રાજીનામું આપી દીધું
આ મામલો સામે આવ્યા બાદ કંપનીએ તે કર્મચારી સાથે વાત કરી, કર્મચારીએ બેંકમાં જઈને વધારાના પૈસા પરત કરવા માટે પણ કહ્યું, પરંતુ તેણે તેમ કર્યું નહીં. કંપની કર્મચારીની રાહ જોતી રહી, પરંતુ પૈસાના બદલામાં કર્મચારીએ પોતાનું રાજીનામું મોકલી દીધું. સંપર્ક તૂટ્યા બાદ કર્મચારીનો ફરી સંપર્ક થતાં કર્મચારીએ પૈસા પરત આપવાની વાત કરી હતી, પરંતુ આખરે કર્મચારીએ 2 જૂને રાજીનામું મોકલી દીધું હતું. હવે કંપનીએ આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે