આર.આર.સેલે દરોડો પાડી રૂ. ૯૨ હજારનો મુદામાલ કર્યો કબ્જે કારખાનેદારની શોધખોળ
સૌરાષ્ટ્રમાં મોટાપાયે વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હોવાની રેન્જ આઈ.જી. સંદીપસિંઘને મળેલી માહિતીના આધારે તાજેતરમાં ધ્રાંગધ્રા, વિછીયા અને મોરબી પંથકમાં બુટલેગરો પર ઘોંસ બોલાવી છે. ત્યારે પડધરી નજીક કારખાનામાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની આર.આર.સેલના પીએસઆઈ એમ.પી. વાળા સહિતના સ્ટાફે દરોડો પાડી ૨૮૪ બોટલ કબ્જે કરી રાજકોટના એક શખ્સની ધરપકડ કરી કારખાનેદારની શોધખોળ આદરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ-જામનગર માર્ગ પરની કાઠીયાવાડ હોટલ નજીક જીઆઈડીસીમાં આવેલા કારખાનામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની આરઆરસેલના સ્ટાફને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડી કારખાનામાં છૂપાવેલો રૂ.૯૨ હજારની કિમંતનો ૨૮૪ બોટલ દારૂ સાથે રાજકોટના સુભાષ યાદવ નામના શખ્સની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં કારખાનાના માલીક ખેરાનભાઈ નામના હોવાનું ખૂલતા તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
આ દરોડાની કામગીરીમાં આર.આર.સેલના શિવરાજસિંહ ખાચર, સંદીપસિહ રાઠોડ, કુલદીપસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે બજાવી હતી.