સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અતંર્ગત તા.15 જુલાઇ થી 75 દિવસ સુધી 18 થી 59 ની વયજુથના નાગરિકોને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ’કોવિડ વેક્સીન અમૃત મહોત્સવ’ અંતર્ગત અમરેલી જિલ્લામાં પ્રથમ દિવસે સાંજે 4.00 કલાક સુધી 2,834 નાગરિકોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સમગ્ર દેશમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ અતંર્ગત’ તા.15મી જુલાઇથી 75 દિવસ સુધી 18 થી 59ની વયજૂથના નાગરિકોને વિનામૂલ્યે ’પ્રિકોશન ડોઝ’ આપવાનો જનહિતલક્ષી નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત રાજ્યનાં કુલ 3.30 કરોડ લાભાર્થીઓને ’પ્રિકોશન ડોઝ’ આપવાનો નિર્ધાર કેન્દ્ર સરકારનો છે. અમરેલી જિલ્લામાં પ્રથમ દિને 125 વેક્સનિશેન સ્થળો ઉપર રસીકરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના આરોગ્ય અધિકારી ડો.આર.એમ. જોષીએ જણાવ્યું કે, આ બુસ્ટર ડોઝ કોવિડ વેક્સીનેશનો બીજો ડોઝ લીધાનાં 06 મહિના બાદ લઈ શકાય છે. અમરેલી જિલ્લામાં 18 વર્ષથી ઉપરની વય જૂથના વધુમાં વધુ નાગરિકોને આ ડોઝ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લામાં પ્રથમ દિવસે 2,834 નાગરિકોને વિનામૂલ્યે બુસ્ટર ડોઝ અપાયા
Previous Articleઅમરેલી: હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી: તંત્ર સજજ
Next Article કદાવર બજેટની ગુજરાતી ફિલ્મ ‘રાડો’નું ટ્રેલર લોન્ચ