સિરામિક ઉદ્યોગના અચ્છે દિન
કેન્દ્રીય નાણાંવિભાગની મંજૂરી, 112 કરોડ ફાળવાયા: ક્ધટેનર સીધા મુંદ્રા પોર્ટ ખાતે જશે જેથી ટ્રાન્સપોર્ટેશન સરળ બનશે
સિરામીક ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી સરકાર સમક્ષ અનેક મુદાઓને લઈ રજુઆતો કરતા હોય છે ત્યારે અગાઉ સિરામીક ઉદ્યોગના આગેવાનોએ કેન્દ્રર સરકાર સમક્ષ એક રજૂઆત કરી હતી અને તે રજૂઆતનો કેન્દ્ર સરકાર તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. મોરબી સિરામીક ઉદ્યોગ, પેપર મીલ અને ઘડીયાળ સહિતનાને ફાયદો થાય તેવી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ઈનલેન્ડ ક્ધટેનર ડેપોને મંજૂરી અપાઈ છે. મોરબીના મકનસર રફળાશ્ર્વર વચ્ચે આ ડેપો બનશે અને આ સમગ્ર પ્રોજેકટ માટે રૂ. 280 કરોડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી 112 કરોડ ફાળવામાં આવ્યા છે. આગામી દિવસોમાં જિલ્લા વહીવડી તંત્ર દ્વારા જમીન ફાળવણીને લગતી પ્રકિયા પૂર્ણ કરાશે.
બાદમાં રેલવે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સિરામીક ઉદ્યોગકારો પાસે ઘણા વર્ષોથી ક્ધટેનર ડેપો ન હોવાથી તેમનો માલ ટ્રક દ્વારા મુંદ્રા કે કંડલા સુધી મોકલવો પડતો હતો. જેના કારણે ઉદ્યોગકારોને કરોડો રૂપીયાનો બીન જરૂરી ખર્ચ થતો હતો. જેથી મોરબી જિલ્લામાં ક્ધટેનર ડેપો ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી હતી. ત્યાર હવે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેકટને સતાવાર રીતે મંજુરી આપવામાં આવી છે. આ પ્રોજેકટ માટે કેન્દ્રની ગ્રાંટ માટે મોરબી સિરામીક એસો.ને સાંસદ મોહન કુંડારીયાને રજૂઆત કરી હતી જેનો હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. અને સરકાર દ્વારા પીનએમ ગતી શકિત યોજના હેઠળ આ રૂ. 280 કરોડના પ્રોજેકટને મંજૂરી આપી દેવામા આવી છે. અને પ્રથમ તબકકા માટે રૂ.112 કરોડ ફાળવી દેવાયા છે. જેથી હવે રેલવે બોર્ડ દ્વારા આ પ્રોજેકટનું કામ આગળ વધશે.
નવી રોજગારીનું સર્જન થશે
મકનસર પાસે આઈસીડી થતા સિરામીક ઉદ્યોગકારોને એકસ્પોર્ટ અને ઈનપોર્ટ ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં ફાયદો થશે, કસ્ટમ્સ કિલીયરન્સમાં સરળતા રહેશે. જેથી એકસ્પોર્ટને વેગ મળશે તેમજ મોરબીમાં એજન્ટોની ઓફીસ પણ ઉભી થશે. તે ઉપરાંત મોરબીથી દરરોજના 1200 ક્ધટેનરનું એકસ્પોર્ટ થતુ હોવાથી હાઈવેના ટ્રાફીકમાં ઘટાડો થશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.