જસદણમાં આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષા શાળાના કલાર્કની બેદરકારીને કારણે ૨૮ વિદ્યાર્થીનીઓ પરીક્ષા નહીં આપી શકે ! આ અંગે જસદણ કન્યા વિનય મંદિર શાળામાં રવિવારે વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ જસદણના છત્રીબજાર વિસ્તારમાં આવેલ કન્યા વિનય મંદિર શાળામાં અભ્યાસ કરતી ૨૮ જેટલો રીપીટર વિદ્યાર્થીનીઓએ ફરીવાર પરીક્ષા માટે ફોર્મ જસદણ કન્યા વિનય મંદિરના કલાર્કને આપેલ પણ આ કલાર્કએ ઓનલાઈન ફોર્મ તારેલ નહોતા.
આ અંગે વિર્દ્યાનિીઓ છેલ્લા ૧૦ દિવસી દરરોજ રસીદ લેવા માટે દરરોજ ધક્કો ખાતી ત્યારે શાળા તરફી એવો જવાબ મળતો કે રસીદ અંગે તમારા મોબાઈલમાં મેસેજ આવી જશે પણ સોમવારે બોર્ડની પરીક્ષા શરૂ વાની હોય આી રસીદ ન મળતા વાલી અને વિર્દ્યાથીનીઓની ધીરજ ખુટી ગઈ હતી અને રવિવારે બપોરે બધા શાળાએ એકત્ર થઈ ભારે હોબાળો મચાવ્યો હતો. પરંતુ આ ભુલ શાળાના કલાર્કની હતી અને તેમની પર કાયદાકીય પગલા ભરવામાં આવશે તેવી ખાતરી વિર્દ્યાનિીઓ અને વાલીઓને શાળા સંચાલકોએ ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો. દયાબેન, રૂપાલીબેન, નેહલબેન સહિતની ૨૮ જેટલી વિર્દ્યાનિીઓએ રીપીટ ફોર્મ શાળાના કલાર્કએ ઓનલાઈન ન ભરતાં સોમવારે વિર્દ્યાનિીઓ પરીક્ષા નહીં આપી શકે કલાર્કએ આ ફોર્મ ન ભરી શા માટે વિદ્યાર્થીનીઓએ વંચિત રાખી ? તે તપાસનો વિષય રહ્યો છે.
હાલ તો આ ભાંડો ફૂટે તેની બીકે કલાર્ક શાળાએી ભાગી છુટયો છે અને જયારે હાજર થશે ત્યારે સઘળી બાબત પર પ્રકાશ પડશે. જો કે આ અંગે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ મહેતાએ જણાવ્યું કે આ બાબત અમારી શાળાના કલાર્કની બેદરકારીને કારણે ઈ છે. તેની સામે અમો પગલા ભરશું વિશેષમાં તેમણે જણાવ્યું કે, એક પણ વિર્દ્યાથીનીઓનું ભવિષ્ય અમે નહીં બગડવા દઈએ. આ બાબતે સોમવારે ભાજપનું એક પ્રતિનિધિ મંડળ વિદ્યાર્થીનીઓ અને વાલીઓ સો ગાંધીનગર રજૂઆત કરવા જઈશું.