લોકસભા ચૂંટણી પૂર્વ ભાજપના રોલરે હરિફોને હંફાવ્યા

ગાંધીનગર કમલમ ખાતે સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ની અધ્યક્ષતામાં 64 હળવદ ધાંગધ્રા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર પપ્પુભાઈ ઠાકોર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વાઘજીભાઈ પટેલ તથા કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ધીરુભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના સદસ્ય, 28 જેટલાં સરપંચો સહીત અનેક કાર્યકરો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના ઉમેદવારો ભાજપમાં જોડાયા.લોકસભા ચૂંટણીનાં પડઘમ પહેલા જ ભાજપનો ધોબી પછાડ દાવ જોવા મળ્યો હતો જેમાં કોંગ્રેસ અને આપ ના નામી આગેવાનો સહિત 450 કાર્યકરો ભાજપનો ખેસ પેરીને ભાજપમાં જોડાયા.

લોકસભા ચૂંટણી પહેલાં ધ્રાંગધ્રા માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે. કોંગ્રેસમાંથી હળવદ વિધાનસભાના ઉમેદવાર પપ્પુભાઈ ઠાકોર અને આમ આદમી પાર્ટીના વાઘજીભાઈ પટેલ ભાજપમાં જોડાઇ ગયા છે. ત્યારે છત્રસિંહ ગુંજારીયા ઉર્ફે પપ્પુભાઈ ઉમેદવાર, કોંગ્રેસ, 64-ધ્રાંગધ્રા, વાઘજીભાઈ પટેલ ઉમેદવાર આમ આદમી પાર્ટીના 64 ધાંગધ્રા, ધીરુભાઈ પટેલ પૂર્વ સદસ્ય, જિલ્લા પંચાયત, ગોપાલભાઈ ધનજીભાઈ કોળી સભ્ય, તાલુકા પંચાયત, દિનેશભાઈ ઠાકરશીભાઈ, ગંગારામભાઈ પુનાભાઈ, સભ્ય તાલુકા પંચાયત, ભરતભાઈ રાઠોડ સભ્ય તાલુકા પંચાયત, વશરામભાઈ બબાભાઈ સરપંચ દેવ ચરાડી, બબાભાઈ બાબુભાઈ સરપંચ એજાર, ભરતભાઈ લોદરીયા સરપંચ સુખપર, રતનસિંહ ઠાકોર સરપંચ રાવરીયાવદર, કાનાભાઈ ઠાકોર સરપંચ કવાળિયા, સુરેશભાઈ અણિયારીયા સરપંચ વાવડી, મહેશભાઈ સરપંચ ચુલી, હિરાભાઈ ચોથાભાઈ પૂર્વ સભ્ય પથુગઢ, વિરમભાઈ સરપંચ રાયગઢ, દલસુખભાઈ કુણપરા, નિલેશભાઈ બાવરવા, સંજયભાઈ ઝેઝરીયા, શામજીભાઈ મોરતરીયા, કિરીટભાઈ ચંદુભાઈ પટેલ, પ્રવિણભાઈ રણછોડભાઈ પટેલ, ટકાબાપુ, પ્રકાશભાઈ શંકરભાઈ, જી.બી. ઠાકોર, જગદીશભાઈ ઠાકોર, ભરતભાઈ ભરવાડ, ઘનશ્યામભાઈ છગનભાઈ, ભુપતભાઇ ઠાકોર સહીત 450 જેટલાં કાર્યકરો ભાજપનો ખેસ પહેર્યો હતો તેમજ અયોધ્યામાં બની રહેલા રામમંદિરના કામથી પ્રભાવિત થઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ને રામ રામ કહી ને ભાજપમાં જોડાવાનું મૂળ કારણ એ કે, 22 જાન્યુઆરીએ અયોધ્યમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેથી સનાતન ધર્મની આખા દેશમાં લહેર ચાલી રહી છે. એ લહેરમાં અમે બધા સમર્પિત થવા જઈ રહ્યા છીએ અને જોડાવવા જઈ રહ્યા છીએ. પ્રભુ શ્રીરામનું મંદિર બનવા જઈ રહ્યું છે. એનાથી પ્રભાવિત થઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને રામ રામ કરીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.