રાજકોટના સંચાણીયા મોરબી, એફ.પી.પુરોહિત કાલાવડ અને રૂડાના કે.જી.લુકાને કેશોદ ખાતે બદલી
કેશોદના એચ.એન. પરમાર રાજકોટ દક્ષિણ, મોરબીના પી.એમ. સટાડીયાને કલેકટરના ચીટનીશ અને જુનાગઢના જી.બી.જાડેજાને કોટડાસાંગાણી ખાતે નિમણુંક
અબતક,રાજકોટ
રાજ્યના મહેસુલી વિભાગ દ્વારા બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં 28 નાયબ મામલતદારોને બઢતી અને 69 મામલતદારો ની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ ના ત્રણ મળી સૌરાષ્ટ્રના 25 મામલતદારો બદલાયા જેમાં રાજકોટમાં નવા 6 ની નિમણૂક કરવામાં આવી છે .
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ત્રણ ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ ત્રણ વર્ષથી વધુ સમય એક જ સ્થળે ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીના બદલી કરવામાં આદેશને પગલે મહેસુલી વિભાગ દ્વારા 69 મામલતદારોની બદલી કરવામાં આવી છે જ્યારે 28 જેટલા નાયબ મામલતદારોની બઢતી આપી અન્ય સ્થળોએ નિમણૂક આપવામાં આવી છે.
રાજકોટ કલેકટર કચેરીના પી.આર.ઓ. એચ.આર.સાચલાને મોરબી સિટી મામલતદાર, રાજકોટ બિનખેતી મામલતદાર એફ. પી .પુરોહિત ને કાલાવડ,રૂડા ના મામલતદાર કે.જી. લુકાને કેશોદ, કાલાવડના બી. એમ. રેવર ને વિસાવદર ,જામનગર ગ્રામ્યના બી.ટી. સવસાની માળીયાહાટીના,પોરબંદર પી.આર.ઓ.એસ.એ.જાદવને રાજુલા,મોરબી સીટીના પી.એમ.સરડવાને રાજકોટ કલેકટરના ચીટનીશ, જુનાગઢ સિટીના વી. આર .માકડીયાને માળિયા મીયાણા,કેશોદના એચ.એન. પરમારને રાજકોટ સીટી, રાજકોટ બિનખેતી મામલતદાર એફ.પી પુરોહિત ને કાલાવડ. પોરબંદર કલેકટર ના ચીટનીશ વૈદ્યને લીલીયા,ધાંગધ્રાના એસ.બી. ફળદુને સુરેન્દ્રનગર કલેકટર કચેરી, ભાવનગર ડિઝાસ્ટરના એમ. વી .પરમારને ચીટનીશ ભાવનગર ,જામનગર ડિઝાસ્ટરના ડી.કે. ઝઘડને રાજકોટ એડિશનલ કલેકટરના પીઆરઓ, મોરબીના એચ.ડી..પરસાણીયા જામનગર, ભાવનગર ડિઝાસ્ટરના એમ.વી. પરમારને જેસર, બોટાદના આર.એલ.ચૌહાણને રાજકોટ એડિશનલ કલેકટરના ચીટનીશ તરીકે, અમરેલીના પી.આર.ઓ પી.એમ. મહેતાને વડીયા, કચ્છના બી.એચ.ઝાલા ને ગાંધીધામ, વડીયા ના એન.જે.ખોડભાયા ને અમરેલી કલેકટરના પી.આર.ઓ , ગાંધીધામના એમ જે ડભાણીને ગાંધીધામ રેવન્યુમાં, ગીર સોમનાથના એમ.બી.પાટીલને જુનાગઢ ચૂંટણી શાખામાં,જુનાગઢ ગ્રામ્યના ટી.બી. ત્રિવેદીને સિહોર, રાજુલાના એચ.ડી. ગોહિલને માંગરોળ, જૂનાગઢના જી.બી.જાડેજા ને કોટડા સાંગાણી કરવામાં આવ્યા છે. જ્યારે 28નાયબ મામલતદારને બઢતી આપવામાં આવી છે જેમાં અમરેલીના એસ.કે વકોતરને અમરેલી એડિશનલ કલેકટર ના ચીટનીશ તરીકે પાટણના બીએ નજરને ઘોઘા મામલતદાર તરીકે અમદાવાદના એસ.પી 30 10 ને ભાવનગર કલેકટર ના ચીટનીશ તરીકે દેવભૂમિ દ્વારકાના યુએલ કંજરિયા ને લખપત મામલતદાર તરીકે સાબરકાંઠાના બીએસ દરજીને રાજકોટ ચૂંટણી માં મામલતદાર તરીકે સાબરકાંઠાના ડી.એલ ભાટિયાને ધાંગધ્રા મામલતદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે.