• ધોરણ 10, 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહના કુલ મળીને 2.28 લાખથી વઘુ વિદ્યાર્થીઓનું પરિણામ શિક્ષણ બોર્ડે જાહેર કર્યું 

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 24 જૂનથી ચોથી જુલાઈ દરમિયાન લેવાયેલી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં ધોરણ 10માં 28.29 ટકા, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 49.26 ટકા પરિણામ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 30.48 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં તમામ વિષયો સાથે બીજીવાર બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. જેમાં અગાઉની મુખ્ય બોર્ડ પરીક્ષામાં પાસ હોય તેવા અને નાપાસ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને તક અપાઈ હતી. જ્યારે ધોરણ 10માં ત્રણ વિષયમાં નાપાસ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી. ધો. 12 સાયન્સમાં 8 હજારથી વઘુ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ પાસ થયા છે તેમ છતાં વધુ ગુણ મળવવા માટે ફરી પરીક્ષા આપી હતી. ધોરણ 10, 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહના કુલ મળીને 2.28 લાખથી વઘુ વિદ્યાર્થીઓનું પરિણામ લતયબ.જ્ઞલિ પર ચેક કરી શકાશે. નોંધનીય છે કે, 12 સાયન્સ પછીના ઇજનેરી પ્રવેશના મેરિટમાં પણ ફેરફાર થશે. હાલ ઇજનેરીમાં પ્રવેશ માટે નવા રજિસ્ટ્રેશન પણ ચાલી રહ્યા છે. મુખ્ય બોર્ડ પરીક્ષાનું પરિણામ આ વર્ષે ઘણું ઊંચું આવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા 24 જૂનથી શરૂ કરવામાં આવેલી પૂરક પરીક્ષામાં 3 જુલાઈના રોજ ધો.12 સાયન્સની પરીક્ષા પૂર્ણ થઈ હતી. ત્યારબાદ 4 જુલાઈના રોજ ધો.10માં છેલ્લું પેપર લેવામાં આવ્યું હતું. જ્યારે, ધો.12 સામાન્ય પ્રવાહમાં 6 જુલાઈના રોજ પરીક્ષા પૂર્ણ થઈ હતી. શિક્ષણ બોર્ડની પૂરક પરીક્ષા પૂર્ણ થતાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવા માટેની તૈયારીઓ ઝડપી બનાવવામાં આવી હતી. જેમાં ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી હાથ ધરવામાં આવ્યા બાદ ડેટા એન્ટ્રી સહિતની કામગીરી હાથ પર લેવામં આવી હતી. આ તમામ કામગીરી 20 દિવસના ગાળામાં પુર્ણ થતાં હવે બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ના પરિણામ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધોરણ-10, ધોરણ-12 સાયન્સ અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ સહિતના તમામ પ્રવાહની પૂરક પરીક્ષાનું આજ રોજ બપોરે 12 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.