ડાયરામાં કિર્તીદાન ગઢવી, જીગ્નેશ બારોટ, ઉમેશ બારોટ સહીતના કલાકારો રમઝટ બોલાવી
મહુવા તાલુકાના ભગુડા મોગલ ધામ ખાતે 27 મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. વહેલી સવારથી જ લોકો દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા અને મોગલ ધામ ખાતે ભારે ભીડ જોવા મળી હતી. ત્યારબાદ રાત્રે ભવ્ય લોક ડાયરો તેમજ માગલ શકિત એવોર્ડ સમારોહનુ સુદર આયોજન કરવામા આવ્યુ હતુ. અને ભગુડા મોગલ ધામ ફુલો તેમજ લાઇટના ડેકોરેશન સાથે સુદર મજાનો શણગાર કરવામા આવ્યો હતો. અને લાખોની સંખ્યામા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા હતા.
મોગલ માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ કાર્યક્રમમા પધારેલ મહેમાનોને માગલ શકિત એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. અને ડાયરામા કિર્તીદાન ગઢવી, જીગ્નેશ બારોટ, સાગરદાન ગઢવી, ઉમેશ બારોટ, બીરજુ બારોટ, નિલેષ ગઢવી, ભોળાભાઈ આહીર, નાજાભાઈ આહીર, સહીતના કલાકારોએ ડાયરામા રમઝટ બોલાવી હતી. લોકોમા પણ ખુબજ આનંદ જોવા મળ્યો હતો.
ડાયરામા રૂપિયા તેમજ ડોલરનો તથા ચાંદીની નોટનો વરસાદ થયો હતો. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પોપટભાઈ માલધારી તેમજ જીગ્નેશભાઈ કુંચાલા દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમા પૂ. મોરારી બાપુ, ઇન્દ્રભારતી બાપુ, માયાભાઈ આહીર, મહેશદાન ગઢવી(બોટાદ), સંતોમહંતો, રાજકીય તેમજ સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામા માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ. અને સેવકો દ્વારા પણ સારો એવો સહયોગ આપવામા આવ્યો હતો. ભગુડા મોગલ ધામ ખાતે 27 મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી.