આગામી તા.૨૭ માર્ચના રોજ સંસદમાં મોદી સરકાર સામે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવા માટે કોંગ્રેસે નોટિસ પાઠવી છે. લોકસભાના જનરલ સેક્રેટરીને નોટિસ આપવામાં આવી છે. લોકસભામાં કોંગ્રેસે પોતાના તમામ સાંસદોને વીપ આપી છે.

એનડીએ સરકાર સામે તાજેતરમાં બે પક્ષો દ્વારા અવિશ્ર્વાસની દરખાસ્ત મુકવામાં આવી હતી. કોંગ્રેસે એનડીએને અવિશ્ર્વાસની દરખાસ્તમાં ભીડવવા માટે પ્લાનીંગ કર્યું છે. તાજેતરમાં આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો નહીં મળવાી નારાજ ચંદ્રાબાબુ નાયડુની તેલગુદેશમ્ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી એનડીએ સરકાર સો છેડો પાડયો હતો. ત્યારબાદ મોદી સરકાર વિરુધ્ધ સંસદમાં અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવાનો નિર્ણય પણ કર્યો હતો. બીજી તરફ વાયએસઆર કોંગ્રેસે પણ સરકાર સામે અવિશ્ર્વાસની દરખાસ્ત મુકી હતી.અવિશ્ર્વાસની દરખાસ્ત માટે સૌથી પહેલા લોકસભાના સ્પીકરને તેની સુચના આપવી પડે છે.

ત્યારબાદ સ્પીકર તે દળના કોઈપણ સાંસદને દરખાસ્ત રજૂ કરવા જણાવે છે. અવિશ્ર્વાસની દરખાસ્ત ત્યારે સ્વીકારવામાં આવે છે જયારે સદનમાં ઓછામાં ઓછા ૫૦ સભ્યોનું સર્મન હોય. રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસે એનડીએ સરકાર સામે મુકેલી અવિશ્ર્વાસની દરખાસ્તની નોટિસ સ્વીકારવામાં આવશે તો ૧૦ દિવસની અંદર આ મામલે ચર્ચા કરવાની જ‚ર ઉભી શે. આ પ્રસ્તાવમાં વોટીંગ કરવાની પણ જરૂરીયાત ઉભી થઈ શકે છે.

હાલ ભાજપના ૨૭૩ સાંસદો લોકસભામાં છે જયારે કોંગ્રેસના ૪૮ સાંસદો છે. ઓછામાં ઓછા ૫૦ સાંસદોનું સર્મન જોઈએ છે જે કોંગ્રેસ માટે સરળ બાબત બની જશે. અગાઉ કોંગ્રેસે મોદી સરકાર સામે અવિશ્ર્વાસનો પ્રસ્તાવ દાખલ કરનાર બન્ને પક્ષોને સર્મન આપવાનો નિર્ણય કર્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.