સોમવારે મોડી રાત્રે ફ્રાન્સથી ટેકઓફ થયેલું પ્લેન વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું

plane 3

નેશનલ ન્યૂઝ 

ફ્રાન્સના એરપોર્ટ પર 3 દિવસથી રોકાયેલા પ્લેન અંતે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું છે. ટેકઓફ કર્યું છે. દુબઈથી નિકારાગુઆ જઈ રહેલા પ્લેનને શુક્રવારે રાત્રે ફ્રાન્સમાં રોકી દેવામાં આવ્યું હતું. આ પ્લેનમાં 303 મુસાફરો સવાર હતા, જેમાં મોટાભાગના ભારતીય હતા. આ મામલે ભારત સરકારે ફ્રાન્સનો આભાર માન્યો છે. ફ્રાન્સમાં આવેલ ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયામાં લખ્યું કે, પરિસ્થિતિને વહેલી તકે ઉકેલવા માટે ફ્રાન્સની સરકાર અને વત્રી એરપોર્ટનો આભાર વ્યક્ત કરીએ છીએ.

હકીકતમાં વિમાનમાં સવાર તમામ લોકોને માનવ તસ્કરીની શંકાના આધારે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. રોમાનિયન ચાર્ટર કંપની લિજેન્ડ એરલાઈન્સની ફ્લાઈટ ગુરુવારે દુબઈથી નિકારાગુઆ તરફ જઈ રહી હતી. પેરિસથી 150 કિલોમીટર પૂર્વમાં ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પર સત્તાવાળાઓએ વિમાનને અટકાવ્યું હતું. જે બાદ આજે ફ્લાઈટ મુંબઈ પરત ફરી છે. આ ફ્લાઇટમાં કુલ 303 લોકો સવાર હતા. જે પૈકી 276 લોકો મુંબઈ પરત ફર્યા છે, 25 લોકોએ નિકારાગુઆ જવા માટેની માંગણી કરતા તેમને પેરિસના સ્પેશ્યલ ઝોન ખાતે રાખવામાં આવ્યા છે જયારે બે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તો આ વિમાનમાં સવારે ભારતીયોમાં 96 જેટલા લોકો ગુજરાતી હોવાનું પણ ખુલી રહ્યું છે. સૂત્રો મુજબ, આ ગુજરાતી મુસાફરોમાંથી મોટાભાગના મહેસાણા, પાટણ, ગાંધીનગર તથા બનાસકાંઠાના હોવાનું ખૂલી રહ્યું છે. આ પહેલા પણ આ જ રૂટથી પાંચ વખત ભારતીય પેસેન્જરો નિકારાગુઆ ગયા હતા આમ અત્યાર સુધી 1200 જેટલા પેસેન્જરો ગેરકાયદેસર રીતે નિકારાગુઆથી અમેરિકામાં પ્રવેશ્યાની શક્યતા વચ્ચે આ સૌથી મોટું કબૂતરબાજીનું કૌભાંડ સામે આવી શકે છે.

plane 2

એએફપી એજન્સીએ તેના એક અહેવાલમાં કહ્યું હતું કે, ન્યાયાધીશો પાસે અટકાયતની અવધિ વધારવાની સત્તા છે. તમને જણાવી દઈએ કે વિમાન વાત્રી એરપોર્ટ પર ઈંધણ ભરવા માટે લેન્ડ થયું હતું. માર્ને પ્રીફેક્ટની ઓફિસે ઈ-મેઈલ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, પોલીસે દરમિયાનગીરી કરી અને પ્લેનને અટકાયતમાં લીધું.

એએફપીએ વધુમાં જણાવ્યું હતું કે, રવિવારે ચાર ન્યાયાધીશો દ્વારા મુસાફરોને તેમની મુસાફરીની શરતો અને હેતુઓ ચકાસવા માટે પૂછપરછ કરવામાં આવી હતી. ફરિયાદીઓના જણાવ્યા અનુસાર, 303 મુસાફરોમાં 11 સગીર સગીરોનો સમાવેશ થાય છે. ફરિયાદીઓએ જણાવ્યું હતું કે બે મુસાફરોને આ પરિવહનમાં અન્ય લોકોથી અલગ કરવામાં આવ્યા હતા કે કેમ અને કયા સંજોગોમાં અને કયા હેતુ માટે તે જાણવા માટે અટકાયત કરવામાં આવી હતી.

ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ અનુસાર, ઓછામાં ઓછા 10 ભારતીય પ્રવાસીઓએ આશ્રય માટે અરજી કરી છે. તે જ સમયે, છ સગીરોએ પણ આશ્રય માટે અરજી કરવામાં રસ દર્શાવ્યો છે. તમને જણાવી દઈએ કે પેરિસ પ્રોસિક્યુટરે કહ્યું હતું કે, પ્લેનને રોકવાની આ કાર્યવાહી એક ગુપ્ત માહિતી બાદ કરવામાં આવી હતી કે પ્લેનમાં સવાર કેટલાક મુસાફરો માનવ તસ્કરીનો શિકાર હતા. જે બાદ બે લોકોને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.