વિશ્વવ્યાપી કોરોના મહામારીને પહોંચી વળવા માટે રાજયસરકાર યુધ્ધના ધોરણે આરોગ્યલક્ષી કામગીરી કરી રહી છે. આ માટે ગ્રામ્ય સ્તરનું આરોગ્ય માળખું વધુ સુદ્રઢ બનાવવામાં આવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં ગોંડલ, જેતપુર, જસદણ, ધોરાજી અને ઉપલેટા ખાતે કાર્યરત પાંચ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ્સ, અગિયાર તાલુકાઓના સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કૂલ ૮૦ આયુષ મેડિકલ ઓફિસર, ૧૦૮ એમ.બી.બી.એસ. મેડિકલ ઓફિસર, ૧૫ અર્બન હેલ્થ સેન્ટર મેડિકલ ઓફિસર, ૧૧૩ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય મેડિકલ ઓફિસર અને ૧૫૯ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ગ્રામ્ય નાગરિકોના આરોગ્ય પર ચાંપતી નજર રાખી રહયા છે, જયારે ૨૨ તાલુકા મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ૪ તાલુકા હેલ્થ વિઝિટર, ૧૧૨ મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ૮૪ ફીમેલ હેલ્થ સુપરવાઇઝર, ૭૦૦ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ, ૭૮૧ ફીમેલ હેલ્થ વર્કર્સ, ૫ (પાંચ) પબ્લિક હેલ્થ નર્સ, ૧૯ સેનિટરી ઇન્સ્પેકટર, ૧૫૨ ફાર્માસિસ્ટસ, ૧૫૨ લેબ ટેકનિશ્યન્સ અને ૨૩૭ સ્ટાફ નર્સ મળી કૂલ ૨૭૪૩ આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ ખડે પગે કોરોના સામેની લડાઇમાં તેમનું શ્રેષ્ઠતમ યોગદાન આપી રહયા છે, તેમ મુખ્ય આરોગ્ય અધિકારી ડો.મીતેષ ભંડેરીએ જણાવ્યું છે.