ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને બે દિવસીય સ્કૂલ સેફ્ટી એન્ડ સિક્યુરીટી અંગેની તાલીમ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ શ્રી યોજના હેઠળ રાજ્યની પસંદ થયેલી 274 સ્કૂલોના આચાર્ય માટે આ બે દિવસીય તાલીમ ગાંધીનગરના રાયસણ ખાતે યોજાશે. શુક્રવારથી શરૂ થનારી તાલીમને લઈને સમગ્ર શિક્ષા દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે અને જિલ્લાની પીએમ શ્રી યોજના હેઠળ પસંદ થયેલી સ્કૂલોના આચાર્યોને તાલીમમાં હાજર રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણના ભાગરૂપે કેન્દ્ર સરકારની કેબિનેટ દ્વારા તારીખ 7 સપ્ટેમ્બર, 2022ના રોજ પીએમ શ્રી યોજના મંજૂર કરવામાં આવી છે.
વર્ષ 2023થી 2026 સુધી દેશની 15000થી વધુ શાળાઓ પસંદ કરીને તેનું શિક્ષણ વધુ અસરકારક અને ગુણવત્તાયુક્ત બનાવવું તે આ યોજનાનો મુખ્ય હેતુ
વર્ષ 2023થી 2026 સુધી દેશની 15000થી વધુ શાળાઓ પસંદ કરીને તેનું શિક્ષણ વધુ અસરકારક અને ગુણવત્તાયુક્ત બનાવવું તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. પીએમ શ્રી સ્કીમ અંતર્ગત પસંદ થયેલી તમામ શાળાઓમાં રાષ્ટ્રીય શિક્ષણ નિતી-2020ના તમામ પાસાઓનું અમલીકરણ કરવામાં આવનાર છે. જેથી આસપાસની શાળાઓ માટે ઉદાહરણરૂપ બની રહેશે. પીએમ શ્રી સ્કીમ અંતર્ગત તાલુકા દીઠ મહત્તમ બે સરકારી શાળાઓમાં જેમાં એક પ્રાથમિક અને એક માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળા નિયત કરેલી છે.
જે અંતર્ગત પ્રથમ ફેઝમાં ગુજરાત રાજ્યની 236 પ્રાથમિક અને 38 માધ્યમિક અથવા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ મળી કુલ 274 શાળાઓ પીએમ શ્રી સ્કીમમાં સમાવવામાં આવેલી છે. જેથી પીએમ શ્રી સ્કીમ અંતર્ગત શાળાઓના આચાર્યોને સ્કૂલ સેફટી એન્ડ સિક્યુરિટી માટે સમગ્ર શિક્ષા અને ૠઈંઉખ (ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ) ગાંધીનગર સંસ્થા દ્વારા જિલ્લાવાર અલગ-અલગ બેચ મુજબ બે દિવસીય નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.