1 વર્ષમા રૂ. 3 કરોડ 33 લાખ 41 હજારની સહાય અપાઈ
ઘરમાં બાળકનો જન્મ થાય એટલે આનંદ અનેરો જ હોય, પણ સાથે સાથે માતાપિતા પર એક મોટી જવાબદારી પણ આવી પડે છે. વધતી મોંઘવારી વચ્ચે બાળકને શાળાઓ મોકલવાથી લઈને લગ્ન કરાવે ત્યાં સુધી માબાપ તેની ચિંતા કરતાં હોય જેમાં આર્થિક સમસ્યા સૌથી વધુ હોય છે. જો કે ગુજરાત સરકારે ખાસ કરીને બાળકી ના માતા-પિતાની વિવિધ યોજનાઓ થકી ચિંતા દુર કરી દીધી છે.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે મહિલા-દીકરીઓના સશિકતકરણ અને દીકરીઓના જન્મનું પ્રમાણ વધારવા, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, તેમજ બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશથી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. એટલુ જ નહીં મોટી સંખ્યામાં લોકો આ યોજનાનો લાભ લઇ દીકરીઓનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવી રહ્યા છે.
રાજયની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય, ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના દ્વારા દિકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળલગ્ન અટકે આ હેતુથી આ યોજના અમલી બનાવેલ છે.
ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાં કુંવરબાઈનું મામેરું યોજનાનો સમાવેશ થાય છે. આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. લગ્ન કરેલી દીકરીઓને દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. કુંવરબાઈનું આવે છે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા 12000/- રૂપિયા જમા કરવામાં આવે છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામક, અનુ.જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરી મારફત અમલી કુંવરબાઇનું મામેરૂ સહાય યોજના અનેક દીકરીઓ માટે કલ્યાણકારી સાબિત થઇ છે. રાજકોટ જિલ્લામાં 2023-24ના 1 વર્ષ દરમ્યાન જિલ્લાની અનુ. જાતિની 2720 ક્ધયાઓને રૂ.333.41 લાખની સહાયનો લાભ આપવામાં આવ્યો છે.
કુંવરબાઈ મામેરાનો લાભ કોને મળી શકે
આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના પરિવારની પુખ્ત વયની બે ક્ધયાના લગ્ન પ્રસંગે આર્થિક પરિસ્થિતિમાં મદદરૂપ થવાના હેતુથી લગ્ન ખર્ચને પહોંચી વળવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ રાજકોટ જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને મળવાપાત્ર છે. જેમાં આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તાર બંન્ને માટે રૂ. 6,00,000/- રાખવામાં આવી છે.
આ યોજનાનો લાભ માટે જરૂરી ડોક્યુમેન્ટ
આ યોજનાનો લાભ લેવા માટે ક્ધયાનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ ક્ધયાની જાતિનો દાખલો, ક્ધયાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (ક્ધયાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે, સ્વ-ઘોષણા જયહર-ઉયભહફફિશિંજ્ઞક્ષ જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો સહિતના દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવાની રહે છે.