વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત રૈયારોડ પર માર્જીન-પાર્કિંગમાં ખડકાયેલા દબાણો હટાવાયા
વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડ નં.૯માં રૈયારોડ પર ઓપરેશન ડીમોલીશન હા ધરવામાં આવ્યું હતું. જેમાં ૯ સ્ળે માર્જીન-પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જયારે રૈયાધારમાં ૨૪ મીટર ડીપીના રોડ પર ગેરકાયદે બની ગયેલા ૨૭ કાચા-કાપા ઝુંપડા, ઓરડી અને કમ્પાઉન્ડ વોલનું દબાણ દૂર કરાયું હતું.
ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે હા ધરવામાં આવેલા રૈયાધાર વોટર વર્કસી નવા ગાર્બેજ સ્ટેશન તરફ યેલું દબાણ દૂર કરવામાં આવ્યું હતું જેમાં કાચી-પાકી ઓરડી, કમ્પાઉન્ડ વોલા, ઝુંપડા અને ઓરડી સહિત દબાણો દૂર કરી અંદાજે ૨૨.૫૦ કરોડની કિંમતની આશરે ૫૦૦૦ ચો.મી.જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ ઉપરાંત રૈયા રોડ પર એચ.જીન્સ કલબ, રામ ઔર શ્યામ ગોલા, ઓમ ડિજીટલ, અમુલ, ક્રિએટીવ સેલ્સ, પૂજા ઈલેકટ્રીક અને શિવ શક્તિ સ્ટીલ પાસે માર્જીન પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.