રોકડા રૂ.3.10 લાખ, 27 મોબાઇલ અને 11 બાઇક મળી રૂા.7.77 લાખનો મુદ્દામાલ કબ્જે
જામજોધપુરના કાતરધાર ગામે પોલીસ જુગારના દરોડામાં 27 જુગાર રસિયાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ જુગાર અંગેના દરોડામાં પોલીસે 3,10,710 રોકડ રકમ સાથે કુલ 27 મોબાઇલ, 11 મોટર સાઇકલ મળી 7,77,710 સાથે 27 શખ્સો વિરૂદ્વ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથધરી છે.
જામજોધપુર તાલુકાના કાતરધામ ખાતે આવેલ ચેતન જેન્તી કાલરીયાની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પો.કોન્સ રાજદિપસિંહ જાડેજા, દીલીપસિંહ જાડેજા અને રૂશીરાજસિંહ વાળાને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ જેના આધારે દરોડા પાડ્યો હતો.
જુગાર રમતા ચેતન જેન્તી કાલરીયા જાતે- પટેલ, હરેશ મનસુખ ભટ્ટ, પાર્થ વલ્લભ ડેડાણીયા, અંકીત અશ્ર્વીન કાંજીયા, નારણ, દેવાણંદ ધારાણી, હાર્દિક દિનેશ કડીવાર, વિરેન્દ્ર રાણશી ધારાણી, કિશોર વેરશી ધારાણી, અંકિત મનસુખ, રાકેશ કાંતીલાલ ખાંટ, કૃણાલ કાંતીલાલ કાજીયા, જયેશ વેજાભાઇ ડાંગર, ગૌરવ પ્રવિણ સાપરીયા, મહાવીરસિંહ પ્રવિણસિંહ જેઠવા, ઇસ્તીયાઝ અલ્લારખા પરમાર, ચિરાગ મુકુદરાય જોષી, રાકેશકુમાર અમૃતલાલ રામોલીયા, વીમલ મહેન્દ્ર જોષી, ધ્રુવીત પ્રવિણ કણસાગરા, ભરત મનસુખ સીણોજીયા, રાયા નારાણ આસાણી, રમેશ બચુ ગુજરાતી, મીત હરેશ રામોલીયા, નીશબ સંજય કાંજીયા, પ્રતિક રમણીકલાલ લુકા, અભય દેવાયત ડાંગર, સંજીવ કુમાર અશોક કુમાર સુરીની ધરપકડ કરી રૂા.7.7 લાખનો મુદ્ામાલ કબ્જે કરી હાર્દીક બટુક કનેરીયા નાશી છૂટતા તેને ઝડપી લેવા દોડધામ આદરી છે.