બેટી બચાવો-બેટી પઢાવો એ વર્તમાન સમય નું સામાજીક બદલાવ નું એક સુત્ર છે. સામાજીક જાગૃતિ માટે નાં આ પવિત્ર કાર્ય માં વિવિધ ક્ષેત્રે અનેક પ્રયાસો થઈ રહ્યા છે જેને સમાજ નાં દરેક ક્ષેત્ર માં આવકાર મળી રહયો છે. જેનાથી પ્રોત્સાહીત થઈ ને અનેક લોકો વ્યક્તિગત અને સંસ્થાકીય રીતે નવાં-નવાં કાર્યક્રમ નો ઉમેરો કરી આ આવકાર દાયક મુવમેન્ટ” ને આગળ વધારી રહયાં છે.”બેટી બચાવો બેટી પઢાવો” ની આ મુવમેન્ટ ને આગળ વધારીને બેટી પરણાવો સુધી લઈ જવાનો સંદેશ આપવા માટે રાજકોટના નામાંકિત ચોટાઈ પીરવાર ની પુત્રી પદમાબેન કમીચંદ ચોટાઈ દ્વારા નમ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં વ્રજ સેવા પરિવાર દ્વારા સર્વ પરિવારના 27 દિકરા – દીકરીઓ સમૂહ વિવાહ મહોત્સવનું ડાકોરમાં આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા.22ના ને રવિવાર નાં રોજ ડાકોર ની પાવન ભૂમિ ઉપર વ્રજ સેવા પરિવાર દ્વારા સૌ પ્રથમવાર 27 પરિવાર નાં દિકરા-દીકરી નાં સમુહ વિવાહ મહોત્સવ નું આયોજન કરાયેલ છે. વિશ્વ વિખ્યાત કથાકાર પુજય ગીતા સાગર જી ની પ્રેરણા થી પદમાબેન હકમીચંદ ચોટાઈ મુખ્ય યજમાન તરીકે સેવાનો લાભ લેવાનાં છે. તથા ક્ધયાદાન પણ તેજ આપવામા છે. આ સમુહ વિવાહ મહોત્સવ માં જે દીકરી – દીકરા નાં લગ્ન ની વિધિ થવાની છે તેઓ માંથી કોઈ મા-બાપ વિહોણાં કે કોઈ માતા વિહોણાં કે કોઈ પિતા વિહોણાં કે કોઈ ભાઈ વિહોણાં પાત્રો છે. પરન્તુ તેઓ ને કોઈ રીતે પોતાના એ સ્વજન ની ગેરહાજરી ન સાલે તે રીતે નો સધીયારો આપી રંગે ચંગે પરણાવવાનો વ્રજ સેવા પરિવારનો પ્રયાસ છે.
જેમાં નવ દંપતિઓને આર્શીવાદ આપવા લીમડી મોટા મંદિરના મહામંડલેશ્વર 1008 લલિત કિશોર શરણમજી મહારાજ, લાલ પીઠાધીશ્વર દુર્ગાદાસજી મહારાજ અને ડાકોર ધામના મહંત વિજય દાસજી હાજર રહેવાનાં છે તે આયોજન નું વિશેષ નઝરાણું છે. તે જ પ્રમાણે આ સમુલ લગ્ન માં કોઈ ચોકકસ એક જ જ્ઞાતિ નાં દીકરા-દીકરી નહીં પરન્તુ વિવિધ જ્ઞાતિ અને સમાજ નાં દિકરા-દીકરીઓના વિવાહ કરી સમાજ નેનવો માર્ગે સ્વીકાર કરવાનો સંદેશ આપવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.
લીમડી મોટા મંદિરના મહા મંડલેશ્વર 1008
લલિત કિશોર
મહારાજ સહિતના
મહંતો નવયુગલોને
આર્શિવચન પાઠવશે