આરોગ્ય ક્ષેત્રે બેદરકારી રાખવાના કારણે જૂનાગઢ એચઆઈવી કાંડ જેવા અનેક દાખલા સરકાર સમક્ષ હોવા છતાં સરકાર હજુ ભુલોમાંથી કશુ શીખી ન હોવાનું ફલીત ઈ રહ્યું છે. જૂનાગઢ એચઆઈવી કાંડમાં ેલેસેમીયાી પીડિત ૩૦ બાળકો એચઆઈવીનો ભોગ બન્યા હતા. આ બાળકોને ચડાવવામાં આવેલું લોહી ખાનગી બ્લડ બેંકનું હતું. આ બેંકોએ લાયસન્સ લેવાની તસ્દી લીધી ન હતી. આવું જ દુર્ઘટના ફરીી બની શકે તેમ છે. હાલ ગુજરાતની ૧૨૮ બ્લડ બેંકોમાંી ૨૭ બ્લડ બેંકોએ વર્ષ ૨૦૧૧ બાદ લાયસન્સ રિન્યુ કરાવ્યા ની. આ ૨૭ બ્લડ બેંકો નાના બાળકોી લઈ વૃધ્ધો માટે જીવના જોખમ સમાન છે. ૨૭ બ્લડ બેંકો રાજયમાં પરવાના રિન્યુ કરાવ્યા વગર ચાલતી હોવા છતાં સરકારે આ બ્લડ બેંકો સામે હજુ સુધી કોઈ પગલા લીધા ની. કેટલીક બ્લડ બેંકોમાં અનહાઈજેનીક બ્લડ કલેકશન ‚મ તેમજ નોન કેલીબ્રેશન ઈકવીપમેન્ટ હોવાી આ બ્લડ બેંકો જોખમી બની જાય છે. કેગના રિપોર્ટમાં હોસ્પીટલો અને બ્લડ બેંકો વચ્ચે સંકલનનો અભાવ હોવાની વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.  હાલ રાજયમાં ૧૦૩ ફર્સ્ટ રેફરલ યુનિટ છે. જેમાંી માત્ર ૫૬ પાસે જ બ્લડ બેંક કે બ્લડ સ્ટોરેજની સુવિધા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.