1.14 લાખ વિદ્યાર્થીઓમાંથી 31,785 વિદ્યાર્થીઓ પાસ થયા: 20 ટકા પાસિંગ ધોરણનો લાભ મેળવી 113 વિદ્યાર્થીઓ પાસ થયા 

રાજ્યમાં જેની રિપીટર્સ વિદ્યાર્થીઓ રાહ જોઇ રહ્યાં હતાં તેની આતુરતાનો હવે અંત આવ્યો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઇ ગયું છે. 27.83 ટકા પરિણામ સામે આવ્યું છે. જુલાઇ 2021ની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. જુલાઇ મહીનામાં ખાનગી વિદ્યાર્થીઓ અને રિપીટર્સની પરીક્ષા યોજાઇ હતી. 20 ટકા પાસિંગ ધોરણનો લાભ મેળવી 113 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 1,14,193 ઉમેદવારોમાંથી 31,785 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 89 હજાર 106 રિપીટર વિદ્યાર્થીઓમાંથી 78 હજાર 215 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 19 હજાર 32 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જ્યારે વિદ્યાર્થીઓની વાત કરીએ તો 40 હજાર 727 વિદ્યાર્થીનીઓમાંથી 35 હજાર 439 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 12 હજાર 564 વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. જેમની ટકાવારી જોઈએ તો 35.45 ટકા છે. જ્યારે વિદ્યાર્થીઓમાં 24.31 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયાં છે. એટલે કે વિદ્યાર્થીનીઓ વધુ સંખ્યામાં પાસ થઈ છે. 20 ટકા પસિંગ ધોરણનો લાભ મેળવી પાસ થનાર વિદ્યાર્થીઓ પણ 113 છે.

તે ઉપરાંત ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 305માંથી 264 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં માત્ર 95 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. જ્યારે 112 વિદ્યાર્થીઓમાંથી 91 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 40 વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. ઉત્તર બુનિયાદીમાં પણ 35.98 ટકા વિદ્યાર્થીઓ અને 43.96 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. ઉલ્લેખનીય છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, કોમર્સ અને ઉત્તર બુનિયાદીની રિપીટરોની પરીક્ષામાં પણ વધુ સંખ્યામાં વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે.

6 દિવસ પહેલા જાહેર થયેલા 12 સાયન્સના રિપીટર્સનું માત્ર 15 ટકા જ પરિણામ આવ્યું હતું. 12 સાયન્સના કુલ 30343 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા. A ગ્રુપમાં 7777 વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હતી જેની સામે 1130 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે A ગ્રુપમાં 1425 માંથી 297 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે.

B ગ્રુપમાં 9554 માંથી 1151 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જ્યારે B ગ્રુપની 11578 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2071 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. AB ગ્રુપના 6 વિદ્યાર્થી અને 3 વિદ્યાર્થિની હતી જેમાંથી એક પણ પાસ થયા નથી .B કરતા A ગ્રુપનું પરિણામ વધુ છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવેલ છે. જેમાં પાસ થનારની સંખ્યા માત્ર 9 છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.