૨૬ જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી છે. દિલ્હી પોલીસ આ રેલીના વિરોધમાં છે, જ્યારે ખેડૂત સંગઠનોએ માગ કરી છે કે તેમને રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવે. આ અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બુધવાર સુધી ટળી ગઈ છે, પરંતુ કોર્ટે કહ્યું છે કે, દિલ્હીમાં કોણ આવશે, કોણ નહીં એ પોલીસ નક્કી કરશે, કારણ કે આ કાયદા વ્યવસ્થા સાથે જોડાયેલો મામલો છે.કોઈપણ રેલી અથવા એવો વિરોધ જેમાં ગણતંત્ર દિવસ સમારોહમાં અડચણ પેદા કરવાનો પ્રયાસ થાય છે એ દેશને શરમમાં મૂકનારો હશે. આનાથી દુનિયાભરમાં દેશની બદનામી થશે. કાયદો-વ્યવસ્થા ખરાબ થવાની સ્થિતિ બની શકે છે. અલગ અલગ રિપોર્ટ્સનો હવાલો આપીને કહેવાયું છે કે ઘણા ખેડૂત ગણતંત્ર દિવસની પરેડમાં ખલેલ પહોંચાડવા માટે લાલ કિલ્લા સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યા છે.ખેડૂતનેતાઓનું કહેવું છે કે ૨૬ જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ દિલ્હીના આઉટર રિંગ રોડ પર તિરંગા સાથે કાઢવામાં આવશે. ગણતંત્ર દિવસ સમારોહમાં કોઈ અડચણ નહીં ઊભી કરાય. ગત સપ્તાહે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલનમાં શંકાસ્પદ સંગઠનોની સક્રિયતા પર પણ નોટિસ લીધી હતી. એક પિટિશનમાં કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે આંદોલનમાં કેનેડાના સંગઠન શીખ ફોર જસ્ટિસના બેનર લહેરાવાઈ રહ્યાં છે. આશંકા છે કે ખાલિસ્તાન સમર્થક આ સંગઠન આંદોલન માટે ફંડ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. ઘણી દેશવિરોધી ઘટનાઓમાં શંકાસ્પદ પણ આંદોલનને ઉશ્કેરવામાં લાગ્યું છે. ચીફ જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે આ વાતને ગંભીર ગણાવતાં કેન્દ્ર પાસે જવાબ માગ્યો હતો. ક્રાંતિકારી ખેડૂત યુનિયનના પ્રમુખ દર્શન પાલે કહ્યું હતું કે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ એવા લોકો વિરુદ્ધ કેસ નોંધવાનો શરૂ કર્યો છે જે ખેડૂત આંદોલનનો ભાગ છે અથવા જેમને તેનું સમર્થન કર્યું છે. ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ૫૦થી વધુ નેતાઓ અને વેપારીઓને સમન મોકલ્યું છે, જેમાં પટિયાલામાં બબ્બર ખાલસાના આતંકી જગતારસિંહ હવારાના પિતા ગુરચરનસિંહ અને ખેડૂતનેતા બલદેવસિંહ સિરસા પણ સામેલ છે.
Trending
- શું તમે પણ એક સારા ફોન ની શોધ માં છો, તો આ તમારા માટે
- ભારતીય બંધારણના અંગીકરણના 75 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બંધારણ દિવસની ગાંધીનગરમાં ગરિમામય ઉજવણી
- હિંમતનગર: ટેકાના સારા ભાવ મળતા હોવા છતાં ખેડૂતો ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે મગફળી
- Realme એ એવો તો કેવો ફોન લોન્ચ કર્યો કે જેનાથી તમે પાણી માં ફોટો પાડશો તો પણ ફોટો ક્લીયર આવશે
- લવ બર્ડ્સ મલ્હાર-પૂજા લગ્નના તાંતણે બંધાઇ ગયા,જુઓ સુંદર તસવીરો
- સુરત એરપોર્ટ ખાતે જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા વિમાન હાઈજેક અંગે મોકડ્રીલ યોજાઈ
- ડાયરેકટોરેટ ઓફ પ્રોસિક્યુશન કચેરી દ્વારા ગાંધીનગર ખાતે ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરાઈ
- નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરી મુલાકાત