જૂનાગઢ ખાતે પ્રતિનિધિઓની બેઠકમાં લેવાયો નિર્ણય
જૂનાગઢ સેન્ટર ઓફ ઇન્ડિયા ટ્રેડ યુનિયન (સિટુ) સાથે જોડાયેલા “મધ્યાહન ભોજન પ્રતિનિધિ”, ઓસ્ટ્રીન કામદાર યુનિયન સિટુ, મેક્સ કામદાર યુનિયન સિટુ, અખિલ ભારતીય ખેત મજદૂર યુનિયન, સહિતના પ્રતિનિધિઓની મિટિંગ માયારામ આશ્રમ જૂનાગઢ ખાતે યોજાઇ હતી જેમાં તા. ૨૬ નવેમ્બરના દેશ વ્યાપી હડતાલમા જોડાવાનો સર્વાનુમતે ઠરાવ થયેલ હતો.
સેન્ટર ઓફ ઇન્ડિયા ટ્રેડ યુનિયન સિટુના પ્રદેશ મહામંત્રી આરુણભાઈ મહેતાના અતિથિ વિશેષ પદે અને બટુકભાઈ મકવાણાંના પ્રમુખ સ્થાને મળેલ બેઠકમાં સરકારના શ્રમ વિભાગ દ્વારા બહાર પાડેલા નવા નિયમો જેમ કે, કામદારોને નોટિસ આપ્યા વગર છૂટા કરી દેવા, આઠ કલાકના દિવસના મહેનતાણા ને બદલે કામ હોય તેટલી કલાક જ કામદારોને કામ આપવું, ૨૪૫ દિવસ કામ કરનાર કર્મીઓને કાયમીનો લાભ ના મળે તેવા અનેક કામદારો વિરોધી અને ઉધોગપતિ ને ફાયદા કરાવતા નિયમોનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
આ બેઠકમાં સેન્ટર ઓફ ઇન્ડિયા ટ્રેડ યુનિયન સિટુના પ્રદેશ મહામંત્રી આરુણભાઈ મહેતા, બટુકભાઈ મકવાણાંની સાથે જનવાદી નૌજવાંન સભાના જીશાનભાઈ હાલેપૌત્રા, રેહાનખાન બાબી, ખેત મજૂર યુનિયનના સરપંચ સમજુભાઈ સોલંકી, ઓસ્ટ્રીન કામદાર યુનિયનના ચીકાભાઈ મહેરિયા, મનોજભાઈ ભટ્ટ, ક્રિએટિવ કાસ્ટિંગ કામદાર યુનિયનના જગમાલભાઈ જોગલ, મધ્યાહન ભોજન કર્મચારી પ્રતિનિધિ રમેશભાઇ કામલિયા, હરેશભાઇ જોશી, મેક્સ કામદાર યુનિયનના દિનેશભાઇ ભટ્ટી, મહિલા સંઘના રોજીનાબેન શેખ, આયેષાબેન કાઠી, દલિત યુવા આગેવાન કરણ જાદવ, ખેત મજૂર યુનિયનના રમેશભાઈ પરમાર, માજી નગરપાલિકા આગેવાન..કે.ડી. સાગરકા તેમજ અન્ય આગેવાનોએ હાજરી આપી હતી, તથા તા. ૨૬ નવેમ્બરના દેશ વ્યાપી હડતાલમા જોડાવાનો સર્વાનુમતે ઠરાવ કરેલ હતો.