યુપીના સીએમ વિસ્તાર ગોરખપુરની સરકારી મેડિકલ કોલેજમાં ૨ દિવસમાં ૨૬ બાળકો સહીત ૩૩ દર્દીઓના મોત થયા છે.ઓક્સિજન સપ્લાય કરતી કંપનીને બિલ ચુકવવામાં આવ્યું ન હોવાથી એ લોકોએ ઓક્સિજન સપ્લાય બંધ કરી દીધો હતો.અને તેના કારણે આ ઘટના સર્જાઈ હતી.બીઆરડી મેડિકલ કોલેજ છ મહિનામાં ૬૭ લાખ રૂપિયાનો ઓક્સિજન ઉધાર લઈ ચૂલી હતી.
ગુજરાતની સપ્લાયર કંપની પુષ્પા સેલ્સે જણાવ્યું છે કે અંદાજે ૧૦૦ વખત પત્ર લખ્યા પછી પણ પેમેન્ટ કરવામાં આવ્યું નહતું.પેમેન્ટ લેવા જતા તો પ્રિન્સિપલ મળતા નહતા.આ સંજોગોમાં ૧લી ઓગષ્ટે પણ ચેતવણી આપવામાં આવી હતી અને 4 ઓગષ્ટથી સપ્લાય રોકી દેવામાં આવ્યો હતો.બુધવારથી ઓક્સિજન ટેન્કરમાં પ્રેશર ઘટવા લાગ્યું હતું.અને ગુરુ-શુક્રવારે ગંભીર સ્થિતિ સર્જાતા ૩૩ દર્દી સહીત ૨૬ બાળકોના મોત થયા છે.આની પુષ્ટિ જીલ્લા કલેકટરે કરી હતી.