- પંચ મહાવ્રતમાં અહિંસાની સૌથી ઉપરનું સ્થાન: ‘અબતક’ ચેનલ લોકપ્રિય કાર્યક્રમ ચાય પે ચર્ચામાં અનુબેન દોશી અને હેમલભાઇ મહેતા ભગવાન મહાવીરના જીવન કવન વિશે કરી ચર્ચા
અનંત ઉપકારી શ્રવણ ભગવંત મહાવીર સ્વામીનો કાલે 2622મો જન્મ કલ્યાણક મહોત્સવ છે. તે અંતર્ગત ખૂબ સારા વ્યક્તા લેખિકા અનુબેન દોશી તથા જૈન સમાજનું સુત્ર સંચાલન કરતા ઉદ્ધોષક હેમલભાઇ મહેતા ‘અબતક’ ચેનલના જાણીતા ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને જૈન ધર્મ અને મહાવીર સ્વામી જયંતી વિશે માહિતી આપી હતી.
કરૂણા સાગર ક્ષમા સાગર મહાવીર સ્વામીએ માત્ર જૈનના જ નહિં પરંતુ જન જનના મન સુધી ભગવાનના વિચારો, સિદ્વાંતો, આદર્શો, ભગવાનનું જીવન કેવું હતું. તેનાથી સાપ્રંદ સમયમાં સમાજને શુ લાભ થાય તેના વિશે વિસ્તારથી ચિંતન કરીશું.
પ્રશ્ન : જૈન ધર્મ, જૈન શબ્દની ઉત્પતિ ક્યાંથી થઇ?
જવાબ : પ્રભુ મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે આજથી 2600 વર્ષ પહેલાની વાત છે અને રાગ, દ્વેષ, મોહ પર કાબૂ પામી લીધો હતો. તેજ રીતે જો કોઇપણ વ્યક્તિ પંચશીલ પર એટલે રાગ, દ્વેષ, મોહ પર કાબૂ કરી લે તે જૈનધર્મ પાડી શકે. તે પછી કોઇ ચોક્કસ કુળના હોવું જરૂરી નથી. કોઇપણ વ્યક્તિ જૈનધર્મ પાડી શકે અને જે જીજેશ્ર્વર પ્રવૃત્તિને ધારણ કરે તેને જૈન કહેવાય.
પ્રશ્ન : પંચ મહાવ્રતમાં અહિંસાનું વ્રત સમજાવો.
જવાબ : પંચ મહાવ્રતમાં અહિંસાને સૌથી ઉપરનું સ્થાન આપવામાં આવ્યું છે. જેમ પાંચ ઇન્દ્રી એટલે જે બોલે છે ચાલે છે એ જ માત્ર જીવ નથી. વનસ્પતિ પાણીની અંદર જે સજીવ છે. તેની હિંસા નથી કરવાની.
પ્રશ્ન : સાંપ્રદ સમયના ચિંતનોની વાતો
જવાબ : મહાવીર સ્વામી સારા વૈજ્ઞાનિક હતા અને જે તેના વિચારો હતા. તે કોરોના સમયે જ્યારે લોકો મૃત્યુ પામતા હતા. ત્યારે ગરમ પાણી પીવાની સલાહ અપાય હતી. તો આ ગરમ પાણી પીવાની સલાહ મહાવીર સ્વામીએ વર્ષો પહેલા આપેલી જ છે.
પ્રશ્ન : તપ શું છે? અને કેટલા પ્રકારના તપ છે?
જવાબ : બાર પ્રકારના તપ છે. આંશન, ઉણોદ્વિતમ, રસપરિત્યાગ, કાયાક્લેશ, પ્રતિશાલિનતા, આભ્યાતર તપમાં પ્રાયરિત, વયાવચ્ચ, વિનય, ધ્યાન
પ્રશ્ન : આયંબિલ શું છે?તેના શું ફાયદા?
જવાબ : આયંબિલ એટલે બાફેલું ભોજન લેવું અને સાંજ પછી કંઇ પણ ભોજન અને પાણી લેવું નહિં. આ 1 દિવસનો તહેવાર છે અને વર્ષમાં બે વાર ચૈત્ર અને આશો મહિનામાં આવે છે. જો આયંબિલ કરવામાં આવે તો કોઇપણ બિમાર ન થાય.
પ્રશ્ન : ભગવાન મહાવીરની ક્ષમા શું છે?
જવાબ : મહાવીર સ્વામી ક્ષમાવાન હતા. 30 વર્ષની ઉંમરે દિક્ષાગ્રહણ કરી ત્યારે તે ધ્યાનમાં લીન હતા ત્યારે તેને ડંખ માર્યો તો પણ તેને સર્પને ક્ષમા કર્યા.
પ્રશ્ન : અહંકાર એટલે શું?
જવાબ : અહંકાર એટલે હું પણ જો ક્ષમાને ઉત્સવ તરીકે ઉજવીએ અને મનુષ્ય ક્ષમાવાન બને તો અહંકાર દૂર થાય છે.
પ્રશ્ન : ભગવાન મહાવીર સ્વામીનો અનેકાંતવાદ શું છે?
જવાબ : દરેક વ્યક્તિની દરેક વાતને જુદી-જુદી રીતે જોવાની વાતને અનેકાંતવાદ છે.
પ્રશ્ન : રાત્રિ ભોજન શું છે?
જવાબ : રાત્રિ ભોજનની મનાઇ છે. રાત્રે ભોજન ન લેવું જોઇએ.
પ્રશ્ન : અપરિગ્રહ એટલે શું?
જવાબ : જીવન જીવવા માટે જે વસ્તુની જરૂરિયાત છે તે સિવાયની બધી વસ્તુ અપરિગ્રહ છે. જો અપરિગ્રહ અપનાવી તો જીવનમાં સુખ શાંતી આવે.