રાજ્યમાં છે 3 દિવસમાં 3 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત: અમદાવાદમાં કોરોના ફરી આફત બન્યો,146 કેસ: 1179 એક્ટિવ કેસ,4 દર્દીની હાલત ગંભીર, 146 દર્દી સાજા થયા, મોરબી 18 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં બીજા નંબરે
ગુજરાતભરમાં કોરોનાએ ફરી પોતાના રંગ દેખાડ્યા છે. ગઇ કાલે એક દિવસમાં રાજ્યના 23 જિલ્લામાં 262 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં કોરોના ફરી મીટ માંડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જેથી આરોગ્ય વિભાગ ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટિંગની પ્રક્રિયા વધારવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતમાં છેલ્લા 3 દિવસમાં કોરોનાને કારણે 3 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની નવી ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.
ગઇ કાલે રાજ્યના 23 જિલ્લાઓમાં 262 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ગુજરાતના મહાનગર અમદાવાદમાં કોરોના ફરી આફત બન્યું છે. ગઇ કાલે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં સૌથી વધુ 146 કેસ પોઝિટિવ આવ્યા છે. તો એક દર્દીએ કોરોનાની સારવારમાં દમ તોડયો છે.
તો બીજી તરફ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ગઇ કાલે મોરબી બીજા નંબર પર રહ્યું છે. મોરબીમાં ગઇ કાલે કરવામ આવેલા ટેસ્ટિંગમાં 18 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાજકોટમાં ગઇ કાલે 15 લોકો કોરોના વાયરસમાં સપડાયા હોવાનું જાણવા મળ્યું છે અને 10 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.
કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં કોરોનાથી સજા થવાનો દર 99.04 ટકા છે. અત્યાર સુધીમાં 12,67,290 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જોકે ચીન સહિતના દેશોમાં વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે ફરીવાર ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસ વધ્યા છે. પરંતું હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે.
ગઇ કાલે ગુજરાતમાં નવા 262 કોરોના કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 142 નવા કેસ નોંધાયા છે. મોરબીમાં 18 કેસ, સુરતમાં 17 કેસ, રાજકોટમાં 15 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 9 કેસ, અમરેલીમાં 7, રાજકોટ ગ્રામ્યમાં 7, મહેસાણા 5, સુરત 4, આણંદ 3, ભરૂચ 3, ગાંધીનગર 3, ગાંધીનગર કોર્પોરેશન 3, બનાસકાંઠા 2, કચ્છ 2, નવસારી 2, અમદાવાદ 1, અરવલ્લી 1, ભાવનગર 1, જામનગર કોર્પોરેશન 1, જુનાગઢ કોર્પોરેશન 1, ખેડા 1, પાટણ 1, પોરબંદર 1, સાબરકાંઠા 1, સુરેન્દ્રનગર 1 કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં 1 વ્યક્તિનું મોત નિપજવા પામ્યું છે. 4 દર્દી વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 706 લોકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી છે.
ગુજરાતમાં કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો હાલ કુલ 1179 એક્ટિવ કેસ છે. જેમાંથી 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 1175 દર્દીઓની હાલત સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,290 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11050 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.