આવતીકાલે વોર્ડ નં.૭માં સફાઈ ઝુંબેશ હાથ ધરાશે
વન ડે વન વોર્ડ સફાઈ ઝુંબેશમાં સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ સેનિટેશન સમિતિ ચેરમેન આશિષભાઈ વગડીયા તથા આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા તેમજ અધિકારીઓને પ્રજા તરફથી જબરો પ્રતિસાદ મળ્યો છે.જેમાં ગઈકાલે વોર્ડ નં.૫માં સફાઈ કરાવી આજરોજ વોર્ડ નં.૯ની સફાઈ ઝુંબેશ ચાલુ હોય અને કાલે વોર્ડ નં.૭માં હાથ ધરવામાં આવશે.
વન ડે વન વીર્ડ સફાઈ અભિયાન અંતર્ગત ગઈકાલે વોર્ડ નં.૫ ખાતે સફાઈ કરવામાં આવેલ જેમાં ડમ્પરના ૧૦ ફેરા કચરા માટે અને ૩ ફેરા વોકલાની સાફ સફાઈ માટે થયેલા ઉપરાંત ટ્રેકટરના ૧૨ ફેરા કચરા માટે નએ ૨ ફેરા વોકળાની સફાઈ માટે થયા હતા આમ ટોટલ મળીને વોર્ડના ૨૬૧ વિસ્તારોની સફાઈ કરવામાં આવી જેમાં ૧૮ ખૂલ્લા પ્લોટો તેમજ ૨ મોટા વોકળા અને ૬ ન્યુસન્સ પોઈન્ટ પણ આવરી લેવાયા ૨ મોટા રાજમાર્ગો સ્વાઈપીંગ મશીન દ્વારા અને બાકીનાં અન્ય તમામ માર્ગોની મેન્યુઅલી સાફ સફાઈ કરાવવામાં આવી ઉપરાંત ૬ ન્યુસન્સ પોઈન્ટ ઉપર ૧૩૨ બેગ ચુના પાવડર અને ૨૫ જેટલી મેલેથોનની બેગોનો પણ છંટકાવ કરવામાં આવ્યો.
વન ડે વન વોર્ડ સફાઈ અભિયાન દરમિયાન વોર્ડ નં.૯ ખાતે સફાઈ ઝુંબેશ ચાલુ હોય જેમાં હાલ ડમ્પરનાં ૧૨ ફેરા થઈ ચૂકયા છે. ૩૮ ટીપરવાન તેમજ ૦૬ જેસીબી કામે લાગેલા છે ૧ વોકળાની સફાઈ થઈ ચૂકી છે.જેમાં ૨ જેસીબીનો ઉપયોગ કરવામાં આવેલ તેમજ ૧૦ સફાઈ કામદારોને વોકળા માટે કામે લગાડેલા આમ ટોટલ ૧૪૦ વિસ્તારો, ૧૬ ખૂલ્લા પ્લોટો ૫ ન્યુસન્સ પોઈન્ટ ૨ મોટી માર્કેટો ૨ પબ્લીક યુરીનલ અને ૫ ન્યુસન્સ પોઈન્ટની સફાઈ અત્યાર સુધીમાં થઈ ચૂકી છે. પરાતં ૪ મેઈન રાજમાર્ગોની પણ સફાઈ પણ ચૂકી છે. અને સફાઈ થઇ ગયેલ ન્યુસન્સ પોઈન્ટ ઉપર ૫૦ બેગ ચૂના પાવડર અને ૧૦ જેટલી મેલેથોનની બેગોનો પણ છંટકાવ કરવામાં આવ્યો.