પાણી પુરવઠા વિભાગ માટે 6000 કરોડની જોગવાઈ
નાવડા-બોટાદ- ગઢડા-ચાવંડ, બુધેલ-બોરડા, ધરાઈ- ભેંસાણ અને ઢાંકી-નાવડા બલ્ક પાઈપલાઈન માટે 800 કરોડની ફાળવણી
લોકોના આરોગ્ય અને જીવનધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં સારી ગુણવત્તાયુકત પીવાનું પાણી નિયમિત રીતે મળી રહે તે માટે રાજ્ય સરકારે ભગીરથ પ્રયત્નો કરેલ છે. રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપના આ દિશામાં રાજ્ય સરકારની એક મોટી ઉપલબ્ધિ છે. આદિજાતિ વિસ્તારના ડુંગરાળ અને અંતરિયાળ ગામોમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ પાણી પુરવઠા યોજનાઓ કરવામાં આવેલ છે.
નલ સે જલ યોજના અંતર્ગત ‘2602 કરોડની જોગવાઇ.
આદિજાતિ વિસ્તારમાં 3052 ગામોને આવરી લેતી અંદાજિત કિંમત ‘4009 કરોડની 64 યોજનાના કામો હાલ પ્રગતિ હેઠળ છે. જયારે 2592 ગામોને આવરી લેતી અંદાજીત રકમ ‘2362 કરોડની 66 યોજનાના કામો આયોજન હેઠળ છે. આ યોજનાઓ માટે ‘909 કરોડની જોગવાઇ.
સૌરાષ્ટ્રમાં આગામી વર્ષોની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા નાવડા-બોટાદ-ગઢડા-ચાવંડ, બુધેલ-બોરડા, ધરાઇ-ભેસાણ અને ઢાંકી-નાવડા બલ્ક પાઇપલાઇનના કામો અમલમાં મૂકેલ છે. જે કામો માટે ‘800 કરોડની જોગવાઇ.
બુધેલથી બોરડા સુઘીની 56 કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇન અંદાજીત કિંમત ‘376 કરોડના કામો પુર્ણતાના આરે.
બોટાદ, રાજકોટ અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓ માટેની નાવડા થી ચાવંડ સુધીની 85 કિ.મી. બલ્ક પાઇપલાઇનના અંદાજે ‘644 કરોડના કામો પ્રગતિ હેઠળ.
અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટેની ઢાંકી થી નાવડા સુધીની 97 કિ.મી. બલ્ક પાઇપલાઇન અંદાજીત કિંમત ‘1044 કરોડના કામો પ્રગતિ હેઠળ.
જૂનાગઢ જિલ્લા માટેની ઘરાઇથી ભેંસાણ સુધીની પાણી પૂરું પાડવા માટેની 63 કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજિત ‘392 કરોડના કામો પ્રગતિ હેઠળ.
પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવાની સાથે લોકસહકારથી તેના કરકસરભર્યા ઉપયોગ માટે સરકાર પ્રયત્નશીલ છે આ હેતુસર,
ગુજરાત ઘર વપરાશ પાણી (સંરક્ષણ) અધિનિયમ, 2019 અંતર્ગત પાણીનું વિતરણ કરતી 6500 ગ્રામ પંચાયતો અને 363 જૂથ યોજના હેઠળના 2000 હેડવર્ક્સ, પાણી વિતરણના સ્થળોનું વોટર ઓડિટ પૂર્ણ કરેલ છે.
પાણીના પરિવહન અને વિતરણમાં જવાબદેહી લાવવા અને પાણીનો બગાડ અટકાવવા 2200 જેટલા અગત્યના સ્થળો ઉપર વોટરફ્લો મીટર લગાડવાની અને અંદાજે 500 જેટલા હેડવર્ક્સ ઉપરથી પાણીની ગુણવત્તાની માપણી અને તેના મોનિટરીંગની વ્યવસ્થા પ્રગતિમાં છે.