રાજકોટ જિલ્લામાં બે મામલતદારોની ખાલી જગ્યા ભરાય, ડિઝાસ્ટર મામલતદાર તરીકે કેતન ચાવડા અને ગોંડલ મામલતદાર તરીકે આર.આર.કપૂરની નિમણૂંક
રાજ્યમાં વેઇટિંગમાં રહેલા 26 મામલતદારોને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જ્યારે ત્રણની બદલી કરવામાં આવી છે. વધુમાં આ ફેરફારથી રાજકોટ જિલ્લામાં બે મામલતદારોની ખાલી જગ્યા ભરાય છે. ડિઝાસ્ટર મામલતદાર તરીકે કેતન ચાવડા અને ગોંડલ મામલતદાર તરીકે આર.આર.કપૂરની નિમણૂક થઈ છે.
મહેસુલ વિભાગે એન.સી.ભાવસારને પીઆરઓ-નવસારી, ડી.આર.પટેલને મામલતદાર ડિઝાસ્ટર-સાબરકાંઠા, જી.જી. તડવીને પીઆરઓ-નર્મદા, કે.એચ. તરલને અરવલ્લી, પી.એ. ગોહિલને દેવભૂમિ દ્વારકા, કે.ટી. જોલપરાને જૂનાગઢ, કે.પી. અખાનીને પાટણ, પીઆઇ પટેલને ખેડબ્રહ્મા, જે.એસ.ચૌધરીને વલસાડ, પી.એમ.મકવાણાને ભરૂચ, પીઆઇ ગઢવીને સુરેન્દ્રનગર, એનડી ગામીને સુરેન્દ્રનગર, ડીજે ધીમરને તાપી, પીઆર ત્રિવેદીને વડોદરા, ડીજે ઝાલાને અમદાવાદ, બીએસ દરજીને મહેસાણા, આરકે રાઠોડને ગાંધીનગર, એસજે ટેઇલરને સુરત, ડિસી બ્રહ્મકછને સુરત, એએમ પરમારને ગાંધીનગર, શૈલેશકુમાર પ્રજાપતિને પાલનપુર, વિબી ખરાડીને ગાંધીનગર, પિબી કુંભાનીને ગોધરા, પ્રતીક જાખરને સુરત મુકવામાં આવ્યા છે.
જ્યારે સુઈગામના પીએમ સોઢાની કચ્છ, ગોંડલના કેવી નકુમને પોરબંદર અને સુરત ઇલેક્શનના જીગ્નેશ જીવાણીને સુરત ચિટનીશમાં મુકવામાં આવ્યા છે.