સ્વ. પાંચાભાઈ સોરઠીયાની પૂણ્યતિથિ નિમિતે યોજાયો મહારકતદાન કેમ્પ: સર્વરોગ નિદાન શિબિરનો અનેક લોકોએ લીધો લાભ
જરૂરીયાતમંદોને લોહી સમયસર મળી રહે તે માટે અનોખો સેવાયજ્ઞ સોરઠીયા પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. સ્વ.પાંચાભાઈ શામજીભાઈ સોરઠીયાની પૂણ્યતિથિ નિમિતે ૧૩મી વખત રકતદાન કેમ્પનું આયોજન કરાયું હતુ અત્યાર સુધીમાં રકતદાન કેમ્પ થકી ૨૪ હજાર બોટલ રકત સમાજને અપાયું હતુ. આજે પણ ૨૦૦૦ જેટલુ રકત સેવા માટે અર્પણ થયું હતુ. આ તકે સર્વરોગ નિદાન કેમ્પ પણ યોજાયો હતો. જેમાં નિષ્ણાંત તબીબોએ દર્દીઓની સેવા કરી હતી વિવિધ દર્દોની સારવાર નિદાન થયા હતા આ કેમ્પનો લાભ અનેક લોકોએ લીધો હતો.
આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર અશ્ર્વીનભાઈ મોલીયા, બી.એ.પી.એસ. સંસ્થાના અપૂર્વમૂની સ્વામી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાક તથા મોટા પ્રમાણમાં લોકોએ રકતદાન કર્યું સમાજને ઉપયોગી થાય તેવા હેતુથી સતત ૧૩ મી વખત જયેશભાઈ સોરઠીયા પરિવાર તથા સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવીને મહારકતદાન કેમ્પ સફળ બનાવ્યો હતો.
રકતદાન કેમ્પની કામગીરી ખૂબ સરાહનીય: ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા
સોરઠીયા પરિવાર દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન જયેશભાઈ સોરઠીયા તથા તેમની ટીમનું સરસ આયોજન છે. કેમકે બ્લડની જરૂરીયાત જેમનો પરિવાર સંકટમાં હોય ત્યારે બ્લડની કિમંત સમજાય છે. તો જયેશભાઈ સોરઠીયાએ તેમના પિતાની પૂણ્યતિથિ નિમિતે રકતદાન કેમ્પ કર્યો છે તે ખૂબ સરાહનીય છે. તો હું સોરઠીયા પરિવારને અભીનંદન આપું છું.
અનેક લોકોએ ગોવર્ધન પર્વત સમા કાર્યને ટેકો આપ્યો: પૂ. અપૂર્વ મૂનિ સ્વામી
૨૦૨૦ના મંગલકારી દિવસોમાં સ્વ. પાંચાભાઈ શામજીભાઈ સોરઠીયાની પૂણ્યતિથિમાં ૧૩મી તીથીએ રાજકોટના નગરજનો માટે મહારકતદાનનું સુંદર આયોજન થયું સોરઠીયા પરિવાર ઘણા વર્ષોથી સમાજને આર્થિક મદદતો કરે જ છે. પણ સમાજનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે પૂર્વજનોની સ્મૃતિમાં આ ભગીરથ યજ્ઞ સેવા યજ્ઞ આરંભાયો છે. હજારોની સંખ્યામાં ગોવર્ધન પર્વત સમા કાર્યને ટેકો આપ્યો છે. તો સોરઠીયા પરિવારને અભિનંદન.
કોઈની જિંદગી બચાવવા સોરઠીયા પરિવાર દ્વારા સુંદર કાર્ય થયું: ડી.કે. વાડોદરીયા
આજે સ્વ. પાંચાભાઈ સોરઠીયાની ૧૩મી પૂણ્યતિથિએ સોરઠીયા પરિવાર દ્વારા સરાહનીય કાર્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારો લોકો બ્લડ ડોનેટ કરશે તેનાથી સમાજના જરૂરીયાત મંદ લોકોને વિનામૂલ્યે બ્લડ મળી શકશે કોઈની જીંદગી બચી શકશે. તે માટે સોરઠીયા પરિવાર દ્વારા સુંદર કાર્ય થઈ રહ્યું છે. આ કાર્ય માત્ર બ્લડ ડોનેશન નથી આતો રીફોર્મ છે. અહી પધારેલ સમાજ શ્રેષ્ઠી પધાર્યા છે તો અનેક લોકો પ્રેરણા લઈ આવા કાર્ય કરે છે. ત્યારે જયેશભાઈ, કિશોરભાઈ, સંદીનભાઈને ખૂબ અભીનંદન આપું છું આપનું કાર્ય હજારો વર્ષ જીવંત રહેશે.
લોકો અહી સ્વેચ્છાએ રક્તદાન કરે છે: જયેશભાઈ સોરઠીયા
મારા ફાધરની ૧૩મી પૂણ્યતિથિ છે. તે નિમિતે અમે દર વર્ષે રકતદાન કેમ્પ તથા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરીએ છીએ તથા સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકીએ તેવા કાર્ય કરીએ છીએ. જેમાં રકતદાનમાં રાજકોટ સીવીલ હોસ્પિટલ અમદાવાદ સીવીલ હોસ્પિટલ તથા ૪ પ્રાઈવેટ બ્લડ બેંક ઉપસ્થિત છે.તેમજ સર્વરોગ નિદાન કેમ્પમાં સ્ટર્લીંગના ડો. મનદીપ ટીલાખા, ડો.અમીત હાપાણી, ડો.જયેશભાઈ ડોબરીયા, પર્લ વુમન હોસ્પિટલનો પણ સહયોગ છે. લોકોનો ખૂબ પ્રેમ અમારા પરિવાર ઉપર છે. અને સ્વેચ્છાએ રકતદાન કરે છે. રકતદાન કેમ્પમાં અંદાજીત ૨૨૦૦ બોટલ રકત એકત્ર થશે.
સમાજ ઉપયોગી કાર્યો સોરઠીયા પરિવાર કરતો રહે તેવી શુભકામના: નરેશ પટેલ
સ્વ. પાંચાભાઈ સોરઠીયાની ૧૩ મી પૂણ્યતિથિ નિમતિ જયેશભાઈ સોરઠીયા તથા તેમની ટીમ ૧૩ વર્ષથી આવા પવિત્ર યજ્ઞનું આયોજન કરે છે. તે બદલ ખૂબ અભિનંદન તેમજ રકતદાન જેવા સમાજ ઉપયોગી કાર્ય સોરઠીયા પરિવાર કરતા રહે તેવી શુભકામના આપું છું.
કેમ્પ થકી બ્લડ બેંકો તેમજ જરૂરતમંદોને બ્લડ મળી રહે છે: ડે.મેયર અશ્વિન મોલીયા
સ્વ. પાંચાભાઈ સોરઠીયાની ૧૩મી પૂણ્યતિથિ નિમિતે મહારકતદાન કેમ્પનું જયેશભાઈ તથા સોરઠીયા પરિવાર દ્વારા ખૂબ સરસ આયોજન થયું છે. જેમાં દર વર્ષે અંદાજીત ૨૫૦૦ લોકો રકતદાન કરે છે. જેનાથી બ્લડ બેંકો તથા જરૂરીયાત મંદોને બ્લડ મળી રહે છે. આ સેવા કાર્ય માટે સોરઠીયા પરિવારને ખૂબ અભીનંદન.