જામનગર કોર્પોરેશનમાં 6, જિલ્લામાં 4 રાજકોટ કોર્પોરેશનમાં 5 અને જિલ્લામાં કેસ નોંધાયા
ગુજરાતમાં સોમવારે કોરોનાના 70 કેસ નોંધાયા હતા.એક દર્દીનું મોત નિપજયું હતુ. નવા ઓમિક્રોન વેરિઅન્ટ દહેશત વચ્ચે જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના નવા 10 કેસ અને રાજકોટ શહેર-જિલ્લાના9 કેસ સહિત સૌરાષ્ટ્રમા કોવીડના 26 કેસ નોંધાતા લોકોમાં ડરનું લખલખુ પ્રસરી જવા પામ્યું છે. ગઈકાલે 63 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
ગુજરાતમાં સોમવારે અમદાવાદ કોર્પોરેશનમાં 13 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 11 કેસ, જામનગર કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 6, રાજકોટ કોર્પોરેશનમાં 5 જામનગર જિલ્લામાં 4, રાજકોટ જિલ્લામાં ચાર, ગાંધીનગર કોર્પોરેશનમા 3, મહેસાણા જિલ્લામાં 3, આણંદ જિલ્લામાં 2, ગીર સોમનાથ જિલ્લામાં 2, પોરબંદર જિલ્લામાં બે સુરત જિલ્લામાં બે ભાવનગર જિલ્લો, દેવભૂમી દ્વારકા જિલ્લો, કચ્છ જિલ્લો, નવસારી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, વડોદરા જિલ્લો અને વલસાડ જિલ્લામાં કોરોનાના નવા એક એક સાથે રાજયમાં સોમવારે 70 કેસ નોંધાયા હતા. સૌરાષ્ટ્રમાં એકજ દિવસમાં 26 કેસ નોંધાયા હતા.
રાજકોટમાં વોર્ડ નં.2માં શ્રીજીનગરમાં સાત વર્ષના બાળક અને 35 વર્ષિય મહિલા તથા એરપોર્ટ રોડપર 32 વર્ષિય મહિલા વોર્ડ નં.14માં મહાવીરનગરમાં 52 વર્ષિય આધેડ, અને વોર્ડ નં.14માં નારાયણનગરમાં 76 વર્ષિય વૃધ્ધ કોરોનાથી સંક્રમીત થયા છે. રાજકોટમાં હાલ 55 દર્દીઓ કોરોનાની સારવાર લઈરહ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં ગોંડલમાં 28 વર્ષના પુરૂષ અને ગોંડલ તાલુકાના ગુંદાસરામાં 69 વર્ષિય મહિલા ધોરાજીમાં 57 વર્ષના પુરૂષ અને ઉપલેટામાં 15 વર્ષનો કિશોર કોરોનામાં સપડાયા છે. આ ચારેય દર્દી કોઈ જ પ્રકારની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા નથી.
રાજયમાં કોરોનાએ ફરી ફુંફાડો માર્યો છે. એક દિવસમાં 70 કેસોનોંધાયા છે.સૌરાષ્ટ્રમાં પણ કોરોનાએ ઉપાડો લીધો છે. રાજકોટ અને જામનગર જિલ્લામાં સંક્રમણ વધી રહ્યું છે. આવામા રાજય સરકાર દ્વારા તકેદારીના ભાગ રૂપે આઠ મહાપાલીકામાં રાત્રીકરફયુમાં 31મી ડિસેમ્બર સુધી વધારો કરવામાં આવ્યો છે.
રાજયમાં ગઈકાલે કોરોનાને 63 દર્દીઓએ મ્હાત આપી હતી. વલસહડ જિલ્લામાં એક દર્દીનું કરૂણ મોત નિપજયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કોરોનાથી 10102 દર્દીઓના મોત નિપજયા છે. હાલ કુલ 577 એકિટવ કેસ છે. જે પૈકી આઠ દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 569 દર્દીઓની હાલત સ્થીર છે. અત્યાર સુધીમાં 817937 દર્દીઓએ કોરોનાને મ્હાત કરતા રિકવરી રેટ 98.71 ટકાએ પહોચ્યો છે.