42 ડેપ્યુટી કલેકટર કક્ષાનાં અધીકારીની બદલી: રૂડાના જી.એમ. મહાવદિયાને પ્રમોશન સાથે નાયબ કલેકટર ધારી ખાતે પોસ્ટીંગ
રાજયનાં મહેસુલી વિભાગ દ્વારા મોડી સાંજે ર6 મામલતદારોની બઢતી સાથે 68 નાયબ કલેકટરોની બદલી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનાં પાંચ મામલતદારોેનેે નવરાત્રી પુર્વે બઢતી મળતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
વધુ વીગત મુજબ રાજયનાં વહીવટી વિભાગ દ્વારા બઢતી અને બદલીનો દોર ચાલી રહયો છે. જેમાં ર6 મામલતદારોને નાયબ કલેકટર તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જયારે 4ર ડેપ્યુટી કલેકટરોને પણ બદલાવવામાં આવ્યા છે. જેમાં મામલતદારમાં બઢતી પામેલા માળીયા મીયાણાનાં મામલતદાર ડી. સી. પરમારને સ્ટેમ્પ ડયુટી રાજકોટ ગ્રામ્ય , માંગરોળનાં એચ. કે. પરમારને ડેપ્યુટી કલેકટર મોરબી , રાજકોટ રુડાનાં જી.એમ. મહાવદય પ્રાંત ઓફીસર ધારી , કલેકટરનાં એડીશ્નલ ચીટનીસ કે.ટી. પંડયાને જીલ્લા પુરવઠા અધીકારી સુરેન્દ્રનગર અને જુનાગઢનાં જે. જે. કનોજીયા નેે ડેપ્યુટી કલેકટર ગીર સોમનાથ ખાતે પોસ્ટીંગ આપવામાં આવ્યુ છે.
જયારે સ્ટેચ્યુ ઓફ યુનીટીનાં મયુર પરમારને પ્રાંત ઓફીસર ભચાઉ , ભચાઉનાં સંજય ચૌધરીનેે પાટણ , વઢવાણનાં વી. એન. સરવૈયાને પ્રાંત ઓફીસર દીયોદર , બોટાદ જીલ્લા પુરવઠા અધીકારી પદમીની રાઠોડને નાયબ જીલ્લા વિકાસ અધીકારી મહેસાણા , ગાંધીનગરનાં નીલેશ પટેેલનેે નાયબ જીલ્લા વિકાસ અધીકારી રાજકોટ , રાજકોટ નાયબ જીલ્લા વિકાસ અધીકારી રાહુલ ગમારાને જીલ્લા પુરવઠા અધીકારી ગીર સોમનાથ, ભાવનગરનાં ડેપ્યુટી કલેકટર એમ. આર. બ્રહ્મભટ્ટને ડેપ્યુટી મ્યુનિ. કમીશનર ભાવનગર અનેે અમરેલી પ્રાંત ઓફીસર પુજા જોટાણીયાને સ્ટેમ્પ ડયુટી ડેપ્યુટી કલેકટર અમરેેલી ખાતે બદલી કરવામાં આવી છે.