8 નાયબ મામલતદારોની બદલીના પણ હુકમ કરતા જિલ્લા કલેકટર
રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ચુંટણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેના ભાગરુપે જિલ્લા કલેકટર અરણ મોહનબાબુએ જિલ્લાના ર6 નાયબ મામલતદારોને ચુંટણી ફરજમાં મુકયા છે. આ સાથે 8 નાયબ મામલતદારોની બદલીના પણ હુકમો કરવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મોહન બાબુએ ગત સાંજે 34 નાયબ મામલતદારની હંગામી બદલીના ઓર્ડર કર્યા છે. જેમાંના ર6 નાયબ મામલતદારને ચુંટણી ફરજમાં મુકવામાં આવ્યા છે.
નાયબ મામલતદાર કે.એમ. હાંસલીયા, એસ.એચ. જેસડીયા, એમ.પી. ઉપાઘ્યાય, એમ.એન. સોલંકી, એચ.ડી. રૈયાણી, વર્ષાબેન વેગડા, એમ.ડી. રાઠોડ, બી.એચ. કાછડીયા, જે.એલ. ગોંડલીયા, એસ.કે. ઉઘાડ, વી.વી.સોલંકી, ડી.વી. મોરડીયા, આર.કે. કાલીયા, વાય.એમ. ગોહીલ, એલ.બી. ઝાલા, જે.એમ. દેકાવડીયા, એચ.જે. જાડેજા, સી.જી. પારખીયા, એસ.આર. ગીણોયા, જે.એલ. રાજાવાઢા, વી.બી. રરથવી, એસ.આર. મણવર, બી.એમ. ખાનપરા, બી.એમ. કમાણી, ડી.એન. કંડોરીયા, બી.પી. બોરખતરીયાને ચુંટણી ફરજમાં મુકવામાં આવ્યા છે.
જયારે પડધરીના વી.એસ. ચુડાસમાને ધોરાજી, પુરવઠા વિભાગના મીરાબેન જાનીને જિલ્લા આયોજન કચેરી, સિંચાઇ અધિક કલેકટર ના નીમીષાબેન યાજ્ઞીકને પુરવઠા કચેરી, જેતપુરના નીશાબેન લાખાણીને ગોંડલ, ગોંડલના બી.બી. શીલુને સિચાઇ અધિક કલેકટર, જેતપુરના રાધીકાબેન લુહાને જેતપુરમાં જ, જેતપુરના માધવીબેન ભટ્ટને ગોંડલ, અને જેતપુરના સોનલબેન મોઘાણીને જેતપુરમાં જ મુકવામાં આવ્યા છે.