મૃતકનો ભાઈ ભૂગર્ભમાં ઉતરી જતા શંકાના દાયરામાં
રાજકોટ શહેરનાં યુનિવર્સિટી રોડ પરની ઝુપડપટ્ટીમાં રહેતા અને ૨૬ દિવસ પૂર્વે હુમલામાં ઘવાયેલા પ્રૌઢે રવિવારે દમ તોડતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો પ્રૌઢ પરહુમલો થયો તે દિવસથી મૃત્યુ સુધી પોલીસ ચોપડે કોઈપણ પ્રકારની એન્ટ્રી થઈ ન હતી પ્રૌઢ પર હુમલો થયો હોવા છતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા નહિ મૃતકનાભાઈની ભૂમિકા હોવાનું શંકાસ્પદ ચિત્ર ઉપસ્યું હતુ.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાછળ શાંતીનગર ઝુંપડપટ્ટીમાં રહેતા રમેશભાઈ હનુભાઈ સોલંકી નામના ૬૦ વર્ષિય પ્રૌઢ પર ૨૭ દિવસ પૂર્વે હુમલો થયો હોય જેના ભાગપે રવિવારે પ્રૌઢે સીવીલ હોસ્પિટલમાં દમ તોડતાબનાવ હત્યામાં પલ્ટાયો હતો.
મૃતક રમેશભાઈનું મોત નિપજતા સીવીલ હોસ્પિટલ ચોકીમાં નોંધ કરવામાં આવી હતી પરંતુ ૧૭ ઓકટોબરે તેમની પર હુમલો થયો હોય અને સારવાર અર્થે આવ્યા ત્યારે ડોકટરે પોલીસનેજાણ કરી ન હતી. પ્રૌઢનું રવિવારે મોત નિપજતા પોલીસ સ્ટાફને એન્ટ્રી નોંધવામાં પરસેવો આવી ગયો હતો.
ઘટનાની જાણ થતા જ યુનિ. પોલીસ સ્ટેશનના પીઆઈ રાવલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પ્રાથમિક તપાસ બાદ પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ કે ગત ૧૭મી ઓકટોબરના ઉપરોકત સ્થળે રમેશભાઈના ભાઈ સુરેશભાઈ પર પાંચ શખ્સોએ હુમલો કયો હતો. જેના કારણે સુરેશભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે પોલીસ પહોચે તે પહેલા જ સુરેશ હોસ્પિટલમાંથી નાસી ગયો હતો. મુળ હડિયાણાના વતની સુરેશભાઈ નાસી જવાથી પોલીસ પૂછપરછ કરી શકી નહતી અને તે દિવસે રમેશભાઈ પર હુમલાનીકોઈ વાત પ્રકાશમાં આવી નહોતી.
મૃતક રમેશભઈના વાંકાનેર સ્થિત મોટાપુત્ર ભરતભાઈ સોલંકીએ પોલીસને જણાવ્યું હતુ કે રમેશભાઈ અને તેમનો મંદબુધ્ધીનો નાનોભાઈ રાજકોટમાં રહે છે. અને ૧૭મી ઓકટોબરે તેના કાકા હડિયાણાથી આવ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સોઓ હુમલો કર્યો હતો. પરંતુ નાનોભાઈ માનસીક બીમાર હોવાથી અને રમેશભાઈને સામાન્ય ઈજા હોય તેવું સમજી ઝુંપડામાં જ પડી રહ્યા હતા પરંતુ ગત તા.૮ના હાલત બગડતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન રમેશભાઈએ દમ તોડતાપોલીસે બનાવનાં મૂળ સુધી પહોચવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે.
મૃતક રમેશભાઈની લાશનું પીએમ રીપોર્ટ બાદ પૂરી ઘટનાનું ચિત્ર સ્પષ્ટ થશે ઘયનાની રાત્રે મૃતકનો ભાઈ પોલીસ પહોચે તે પહેલા ઈજાગ્રસ્ત હાલતમાં નાસી ગયો હોય તેમજ સગાભાઈ રમેશભાઈને ઈજા થઈ હોવા છતા તે હોસ્પિટલ સાથે કેમ ન આવ્યો સહિતના મુદાઓ પોલીસનેશંકાસ્પદ લાગી રહ્યા હોવાથી તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
યુનિ. પોલીસ દ્વારા ૨૬ દિવસ પૂર્વે હુમલો થયો ત્યારે પ્રૌઢને કોઈએ હોસ્પિટલ કેમ ખસેડયા નહિ? પ્રૌઢનો સગો ભાઈ ઈજાગ્રસ્ત હાલતમાં એજ દિવસે કેમ નાસી ગયો? ગત તા.૮ના પ્રૌઢ જયારે હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે કેમ પોલીસ ચોકીના ચોપડે એન્ટ્રી કરવામાં આવી નહિ? હુમલા બાદ ઘવાયેલા પ્રૌઢનું મોત નિપજયા બાદ તબીબે શા માટે એમએલસી જાહેર કર્યું? શું ખરેખર પાંચ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો કે કેમ? જેવા અનેક પ્રશ્નો પોલીસ પ્રાથમિક તપાસમાં ઉપજી રહ્યા છે.