સમસ્ત ચારણ ગઢવી સમાજના ઉપક્રમે
અબતકની મુલાકાતમાં સમસ્ત ચારણ ગઢવી સમાજના આગેવાનોએ માતાજીના પાટોત્સવ અને ભવ્ય સમૂહ લગ્નની આપી વિગતો
રાજકોટ સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા આઈ શ્રી રૂપલ માં ધામ રામપરા ગીર ખાતે દ્વિતીય સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે. અબ તકની મુલાકાતમાં આવેલા ચારણ ગઢવી સમાજના આગેવાનો પ્રકાશભા કવલ ,પ્રવીણભા વડગામા, નારુભા ભાસડિયા તથા ભાવેશભાબરદા એ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે આઈ શ્રી રૂપલમા દ્વારા સેવાકીય પ્રવૃતિઓનો ધોધ વહાવવામાં આવે છે, તારીખ 28 માર્ચના રોજ રૂપલમા ધામ રામપરા ગીર ખાતે 23 માં પાટોત્સવ નિમિત્તે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન માં 26 દીકરીઓને ઘરવખરીની તમામ સામગ્રી સાથે પરણાવવામાં આવશે અને આઈ શ્રી રૂપલ માં ના હાથે જ ક્ધયાદાન કરવામાં આવશે,
28 માર્ચના રોજ રાત્રે સમૂહ લગ્નમાં દાંડિયા રાસ મહોત્સવમાં કલાકારો બાબુભાઈ આહિર, પૂનમબેન ગઢવી, મહાદેવભાઇ આહીર, ઇલાબેન પ્રજાપતિ રાજકોટ વાળા ખેલૈયાઓને સુર સંગીત ના તાલે ડોલાવશે . 29મી માર્ચના રોજ દિવસે માતાજીના 23 માં પાટોત્સવ નિમિત્તે મહાયજ્ઞ મહાપ્રસાદ તેમજ રાત્રે યોજાનારા લોક ડાયરામાં સુપ્રસિદ્ધ કલાકારો જીગ્નેશભાઈ બારોટ ગીતાબેન રબારી હરેશ દાન ગઢવી “સુરુભાઈ’ રસમિતાબેન રબારી, સાગરભાઇ ગઢવીભાવનગર વાળા તેમની કલા રસ પીરસસે.
આઈ શ્રી રૂપલર્માં ગીર મધ્યે ચલાવે છે ધર્મ સેવાયજ્ઞ
રૂપલ માં ધામ રામપરા ગીરમાં પૂજ્ય આઈ શ્રી રૂપલ માં દ્વારા અવિરત અન્ન ક્ષેત્રમાં રોજ હજારો માય ભક્તો માનવ બંધુઓ નાત જાતના ભેદ વિના પ્રસાદીનો લાભ લે છે. બારેમાસ ત્રણેય વખત માતાજી દ્વારા ભાવપૂર્વક દર્શનાર્થીઓને પ્રસાદ લેવડાવવામાં આવે છે. રહેવા જમવા ની સુંદર વ્યવસ્થાઓ સાથે દર્શનાર્થીઓને આખો દિવસ ચા પાણી ની સેવા અને ચૈત્રી નોરતા અને આસોના નોરતામાં ગરબી પણ યોજાય છે ગરબીમાં માતાજીની સાધના કરનાર તમામ દીકરીઓ ને રોજ પ્રસાદીમાં વિવિધ વાનગીઓ અને લાહણી આપવામાં આવે છે. આઈ રુપલમાં દ્વારા સમાજ માટે અનોખી પહેલ કરી સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ની પરંપરા ઊભી કરી છે. જરૂરિયાત મંદ પરિવારો ની માતા-પિતા વિહોણી દીકરીઓનું ક્ધયાદાન પોતાના હાથે જ કરે છે. અને લાખોનું કરિયાવર આપે છે માતાજી દ્વારા ગીરમાં વસતા ગીરના માલધારી ચારણોના દીકરાઓ ભણી શકે તે માટે વિનામૂલ્ય રહેવા જમવા અને શિક્ષણ ભવન બોડિંગનું નિર્માણ પણ કરવામાં આવશે.